લવ–જેહાદ’ના દૂરગામી પ્રાણઘાતક પરિણામ ?’ આ વિષય પર વિશેષ વાર્તાલાપ !
‘લવ–જેહાદ’ જો અસ્તિત્વમાં નથી, તો પછી ‘લવ–જેહાદ’
વિરોધી કાયદાનો વિરોધ શા માટે ? – ધારાશાસ્ત્રી વીરેંદ્ર
ઇચલકરંજીકર, રાષ્ટ્રીય અધ્યક્ષ, હિંદુ વિધિજ્ઞ પરિષદ
વિવિધ પ્રકારના ‘જેહાદ’ પ્રમાણે જ ‘લવ–જેહાદ’ પણ જેહાદીઓએ હિંદુ સમાજના વિરોધમાં પોકારેલું ‘યુદ્ધ’ જ છે. સામાન્ય ઘરમાંની હિંદુ યુવતીથી માંડીને ક્રીડા ક્ષેત્ર, ચલચિત્ર સૃષ્ટિ ઇત્યાદિ વિવિધ ક્ષેત્રોમાંની અનેક હિંદુ યુવતીઓ અને મહિલાઓ હજી સુધી ‘લવ–જેહાદ’ને બલિ ચડી છે અને તેમની ફસામણી થઈ છે, તેમજ તેમનું ભયાનક શોષણ થઈ રહ્યું છે, તેનાં અનેક ઉદાહરણો વિવિધ માધ્યમો દ્વારા ઉજાગર થયાં છે. ‘લવ–જેહાદ’ને કારણે મોટા પ્રમાણમાં ભારતમાંની જ નહીં, જ્યારે ભારત બહારની હિંદુઓ સહિત શીખ યુવતીઓનું પણ ધર્માંતર થયું છે અને હિંદુ કુટુંબ વ્યવસ્થા પર તેનું ગંભીર પરિણામ થઈ રહ્યું છે. વર્તમાનમાં ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સરકારે ‘લવ–જેહાદ’ના વિરોધમાં કાયદો કર્યો છે. તેમજ ગુજરાત સરકાર પણ આ કાયદો લાવવાના માર્ગ પર છે. ‘લવ–જેહાદ’ અસ્તિત્વમાં નથી’, એવું જે વારંવાર કહે છે તેમનો ‘લવ–જેહાદ’ના વિરોધમાંના કાયદાને વિરોધ શા માટે છે, એવો સજ્જડ પ્રશ્ન કરીને કેંદ્ર સરકારે પણ ‘લવ–જેહાદ’ના વિરોધમાં કાયદો કરીને તેને યોગ્ય રીતે અમલમાં મૂકવો, એવી માગણી હિંદુ સમાજ વતી અમે કરી રહ્યા છીએ, એવું પ્રતિપાદન ‘હિંદુ વિધિજ્ઞ પરિષદ’ના રાષ્ટ્રીય અધ્યક્ષ ધારાશાસ્ત્રી વીરેંદ્ર ઇચલકરંજીકરે કર્યું. ‘લવ–જેહાદ’ના દૂરગામી પ્રાણઘાતક પરિણામ ?’ આ વિશેષ વાર્તાલાપ સમયે તેઓ બોલી રહ્યા હતા. વિદેશના જ્યેષ્ઠ પત્રકાર મીના દાસ નારાયણે ‘કૅનડીડ મીના’ આ તેમની પ્રસિદ્ધ ‘યૂ–ટ્યૂબ વાહિની’ પર આ વાર્તાલપ કર્યો. આ સમયે મીના દાસ નારાયણે પૂછેલા પ્રશ્નોના ઉત્તરો ધારાશાસ્ત્રી ઇચલકરંજીકરે આપ્યા.
આ કાર્યક્રમમાં ‘લવ–જેહાદ’ના માધ્યમ દ્વારા હિંદુ યુવતી અને મહિલાઓનું ધર્માંતર, ‘લવ–જેહાદ’ને યુવતી બલિ ન ચડે તે માટે વાલીઓનું દાયિત્વ અને ધર્મશિક્ષણની આવશ્યકતા, ચલચિત્રો દ્વારા ‘લવ–જેહાદ’ને આપવામાં આવતું પ્રોત્સાહન, ધર્માંતરવિરોધી કાયદાની આવશ્યકતા ઇત્યાદિ દર્શકોએ પૂછેલા પ્રશ્નોનું શંકાનિરસન કરવામાં આવ્યું.
ધારાશાસ્ત્રી વીરેંદ્ર ઇચલકરંજીકરે ઉમેર્યું કે, જે સમયે ‘લવ–જેહાદ’ના જોખમ વિશે હિંદુ બાંધવો કહે છે, તે સમયે ‘વિવાહ કરનારી હિંદુ યુવતી અને મુસલમાન યુવકે કોની સાથે લગ્ન કરવા, એ તેમનો બંધારણીય અધિકાર છે’, એવો યુક્તિવાદ મુસલમાનો અને નિધર્મી વિચારધારા ધરાવતા લોકો કરે છે; પણ જ્યારે ‘સમાન નાગરી કાયદો’, ‘ગોહત્યા રોકવી’, જેવા અનેક વિષયો આવે છે, ત્યારે મુસલમાનો અને નિધર્મી બંધારણની ભાષા આગળ કરીને હિંદુઓએ લઘુમતિ ધરાવનારા લોકોની ભાવનાઓનો વિચાર કરવો, એવો આગ્રહ કરે છે. સરવાળે હિંદુઓની ભાવનાઓનો ક્યાંય પણ વિચાર કરવામાં આવતો નથી અને સગવડિયા રીતે વિષય પાલટવામાં આવે છે. શરિયા (ઇસ્લામી) કાયદા અનુસાર મુસલમાન પરિવારમાં વિવાહ પછી ધર્માંતરિત થયેલી હિંદુ મહિલાઓને સંપત્તિ અને અન્ય કોઈપણ અધિકાર મળતા નથી; પણ હિંદુ કાયદામાં વિવાહ કર્યા પછી હિંદુ મહિલાઓને અનેક અધિકાર છે. હિંદુ યુવતીઓએ આના જેવાં વિવિધ જોખમો ધ્યાનમાં લેવા અને ધર્મશિક્ષણ લઈને ધર્માચરણ કરવું, એમ પણ ધારાશાસ્ત્રી ઇચલકરંજીકરે સમાપન સમયે કહ્યું.
આપનો નમ્ર,
ધારાશાસ્ત્રી વીરેંદ્ર ઇચલકરંજીકર
રાષ્ટ્રીય અધ્યક્ષ, હિંદુ વિધિજ્ઞ પરિષદ.
(સંપર્ક : 8451006055)