રેકોર્ડ પર રેકોર્ડ તોડતું કોરોના સંક્રમણ : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 2875 કેસ

શેર કરવા અહીં ક્લિક કરો.
ગુજરાત પર કોરોના પંજો કસી રહ્યો છે. દિનપ્રતિદિન વિક્રમજનક કેસો નોંધાઈ રહ્યા છે. આજે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 2875 કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. કુલ સંક્રમિતોની સંખ્યા 3.18 લાખ થઈ ગઈ છે. એક્ટિવ કેસ વધીને 15135 થયા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 2875 કેસો નોંધાયા છે. 14 દર્દીના મૃત્યુ થયા છે. 2024 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ 163 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 14972 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 4566 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 318438 પર પહોંચ્યો છે.
આજે સુરતમાં 8, અમદાવાદમાં 4 અને અમરેલી – વડોદરામાં 1-1 દર્દીએ દમ તોડ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ ઘટીને 93.81 ટકા થયો છે.
● જિલ્લા મુજબ નોંધાયેલા કેસો
સુરત 724, અમદાવાદ 676, વડોદરા 367 , રાજકોટ 276, જામનગર 97, ભાવનગર 77, ગાંધીનગર 65, પાટણ 61, મહેસાણા 56, દાહોદ 38, પંચમહાલ 37, બનાસકાંઠા – ભરૂચ 30, ખેડા 29, મોરબી 27, કચ્છ 26, આણંદ – જૂનાગઢ 25, મહીસાગર 24, દેવભૂમિ દ્વારકા 21, સુરેન્દ્રનગર 20, અમરેલી – સાબરકાંઠા – તાપી 18, છોટાઉદેપુર – નર્મદા – વલસાડ 16, નવસારી 15, બોટાદ 10, ડાંગ – ગીર સોમનાથ 7, અરવલ્લી 2, પોરબંદર
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.