રાજ્ય બહારનાં પોલીસ સ્ટેશનમાં છેલ્લા પંદર વર્ષથી નાસતા-ફરતાં આરોપીનેપકડી પાડતી ઇડર પોલીસ.

June 10, 2025

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા વિજય પટેલ પોલીસ અધિક્ષક સાબરકાંઠા- હિંમતનગર નાઓએ રાજ્ય બહારના અલગ- અલગ પોલીસ સ્ટેશનોમાં ગુન્હાઓમાં સંડોવાયેલ નાસતા-ફરતાં આરોપીઓને પકડવા સારૂ સુચના આપેલ હોઈ જે અનુસંધાને સ્મિત ગોહીલ નાયબ પોલીસ અધિક્ષક ઇડર વિભાગ ઇડર નાઓના માર્ગદર્શન હેઠળ પો.ઈન્સ. ઈડર પોલીસ સ્ટેશન નાઓ દ્વારા ડી.પી.ઝાલા પો.સબ.ઇન્સ. ઇડર પો.સ્ટે. નાઓ તથા સર્વેલન્સ સ્કોડના પોલીસના માણસોને નાસતા ફરતા આરોપીઓને પકડવા સારુ તેઓના સંભવિત આશ્રય સ્થાનોની માહીતી પ્રાપ્ત કરવા માટે સ્થાનિક બાતમીદારો રોકી તેઓને પ્રોત્સાહિત કરી તેમજ ટેકનિકલ હ્યુમુન સોર્સનો ઉપયોગ કરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારું સુચના કરેલ હતી

દરમીયાન અત્રેના પો.સ્ટે.ના ટીમના માણસો નાસતા- ફરતાં આરોપીઓ સંબંધે તપાસમાં હતાં દરમીયાન અ.પો.કો. નિકુલસિંહ મહેન્દ્રસિંહ બ.નં.૧૨૦૫ નાઓને મળેલ બાતમી ની હકીકત ના આધારે ક્ષિપ્રા થાણા જીલ્લા- ઇદોર (રાજ્ય- મધ્ય પ્રદેશ) ખાતેના ગુ.રજી.નં.૨૯૯/૨૦૧૧ આબકારી અધીનીયમ કલમ-૩૪(૨) મુજબના ગુન્હાના કામે છેલ્લા પંદર વર્ષથી નાસતો ફરતો આરોપી નરેશભાઈ ખેતારામ જાતે.મહેશ્વરી રહે.માલકણી ઝાંપા રોડ- સંખેડા છોટાઉદેપુર હાલ રહે. ઇડર જીઆઇડીસી પાછળ ઇડર તા.ઇડર જી.સાબરકાંઠાં વાળૉ ઇડર બસ સ્ટેન્ડ નજીક વલાસણા ત્રણ રસ્તા ખાતે ઉભો હોવાની બાતમી ના હકીકત ના આધારે ટીમના માણસો ની બાતમી ના હકીકત વાળી જગ્યાએ જતાં બાતમી હકીકત વર્ણન વાળૉ ઇસમ મળી આવતાં તેને કોર્ડન કરી પકડી પાડી નામઠામ પુછતાં પોતે પોતાનું નામ (૧)નરેશભાઈ ખેતારામ જાતે.મહેશ્વરી ઉ.વ.૫૫ રહે.માલકણી ઝાંપા રોડ-સંખેડા છોટાઉદેપુર હાલ રહે. ઇડર જીઆઇડીસી પાછળ ઇડર તા.ઇડર જી.સાબરકાંઠાં વાળૉ જણાવતાં જેથી સદરીને પો.સ્ટે. ખાતે લાવી પુછ પરછ કરી તપાસ કરતાં સદરી આરોપી વિરુધ્ધમાં ક્ષિપ્રા પોલીસ સ્ટેશન જીલ્લા.ઇદોર (મધ્ય પ્રદેશ રાજ્ય) ખાતે ગુન્હા રજી.નં.૨૯૯/૨૦૧૧ આબકારી કાયદાની કલમ-૩૪(૨) મુજબનો ગુન્હો રજી થયેલાનું અને સદરી આરોપી સને-૨૦૧૧ ના વર્ષથી પોતે અલગ-અલગ રહેઠાણ સ્થળૉ બદલી મધ્ય પ્રદેશ રાજ્યના ક્ષિપ્રા પો.સ્ટે. ખાતે નોંધાયેલ ઉપરોક્ત ગુન્હાના કામે પોતાની કાયદેસરની ધરપકડ ટાળતા હોવાનુ જણાઇ આવતાં સદરી આરોપીને ઉપરોક્ત ગુન્હાના કામે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૫(૧)(જે) મુજબ તા.૧૦/૦૬/૨૦૨૫ ના રોજ અટક કરી આરોપીને ઉપરોક્ત ગુન્હાના કામે ક્ષિપ્રા પો.સ્ટે. જી.ઇન્દોર (મધ્ય પ્રદેશ) ખાતે સોંપવા સારુ આગળની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

આમ છેલ્લા પંદર વર્ષથી રાજ્ય બહારનાં પોલીસ સ્ટેશનમાં નાસતા-ફરતા આરોપીને પકડવામાં ઇડર પોલીસને સફળતા મળેલ છે.

રાકેશ નાયક, ગરવી તાકાત, ઈડર

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0