રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઉછાળો, છેલ્લા 24 કલાકમાં નોધાયા 1276 નવા કેસ

March 18, 2021

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં મોટો વધારો થઇ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વકરેલો કોરોના દિન પ્રતિદિન આગળ જ વધી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1276 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,82,449 પર પહોચ્યો છે.

 

 

   રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ૩ લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 889 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યામ 2,72,332 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 5684 છે. જો કે હાલમાં રાજ્યમાં રસીકરણ ચાલુ છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોધાયેલા કેસની વિગતસુરત કોર્પોરેશન 324અમદાવાદ કોર્પોરેશન 298વડોદરા કોર્પોરેશન 111રાજકોટ કોર્પોરેશન 98સુરત 71જામનગર કોર્પોરેશન 38ખેડા-25પંચમહાલ-25ભાવનગર કોર્પોરેશન-24દાહોદ 18મહેસાણા 18વડોદરા 18આણંદ 15કચ્છ 15રાજકોટ 15ગાંધીનગર કોર્પોરેશન-14ભરૂચ 13મહિસાગર 13નર્મદા 13સાબરકાંઠા 13ગાંધીનગર-10જામનગરમાં 10અમરેલી 8ભાવનગરમાં 8પાટણ 7અમદાવાદ, છોટા ઉદેપુર અને મોરબીમાં 6-6 કેસ

 

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0