રાજ્યમાં કોરોના ની વકરતી પરિસ્થિતિને લઈને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહીતકોંગ્રેસના આગેવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણી ને મળ્યા હતા જેમાં તમને કોરોના ની પરિસ્થિતિ ને લઈને એક કલાક પરામર્શ કર્યો હતો અને 33 જેટલા મુદ્દાઓ ઉપર સરકાર સાથે ચચર્િ વિચારણા કરી હતી. વિપક્ષના નેતા પરેશ ધાનાણી પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષ દરમિયાન તેમણે સરકારને 387 જેટલા પત્રો લખીને રજૂઆત કરી છે અને મારામારીના હાહાકાર ને લઈને સરકારના વારંવાર કાના આમળ્યા છે આમ છતાં સરકારી સ્થિતિ સુધરવાને બદલે કામગીરી દિન-પ્રતિદીન કથળી રહી છેકોરોનાના કેસો શહેરોની સાથોસાથ હાલમાં ગ્રામ્યકક્ષાએ ખૂબ વધેલ છે, હાલની પરિસ્થિતિમાં દરેક ગામોમાં મોટી સંખ્યામાં કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે. ગ્રામ્ય કક્ષાએ કોરોના ટેસ્ટની પુરતી કીટ અને સુવિધા ઉપલબ્ધ ન હોવાથી કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલ કે પ્રાથમિક લક્ષણો હોઈ તેવા દર્દીઓને સમયસર અને સહેલાઈથી ટેસ્ટ ન થઈ શકવાના કારણે નિદાન થવામાં વિલંબ થઈ જાય છે અને કોરોના પોઝીટીવ છે તેની ખબર પડે ત્યાં સુધીમાં અનેક નાગરીકોના સંપર્કમાં આવી ચુકયા હોય છે. આવા દર્દીઓની પરિસ્થિતિ ગંભીર બને ત્યારે તેઓને દાખલ થવા સહિત ઓકસિજનની જરૂરીયાત ઉભી થાય છે. સ્થાનિક કક્ષાએ પુરતી સુવિધા ઉપલબ્ધ ન હોવાના લીધે દર્દીની સ્થિતિ ગંભીર બને છે. રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત મુખ્ય શહેરી વિસ્તારોમાં કોરોના સક્રમણ બેકાબૂ છે. આવા મહાનગરોમાં આરોગ્યની સરકારી અને ખાનગી સુવિધાઓ/હોસ્પિટલો મોટી સંખ્યામાં ઉપલબ્ધ હોવા છતાં જરૂર પડયે તુરંત સારવાર કે પથારી કોરોના દર્દીઓને મળી શકતી નથી. મોટા શહેરોમાં જયાં ખાનગી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોમાં તજજ્ઞ ડોકટરો હોય છે અને અનેક એમડી કક્ષાના ખાનગી ડોકટરો હોય છે, તેવા શહેરોમાં પણ હોસ્પિટલોમાં જગ્યાઓ/પથારીઓ ઉપલબ્ધ ન હોવાથી 108 એમ્બ્યુલન્સ 24 થી 48 કલાક સુધી દર્દીને લેવા માટે આવતી નથી ત્યારે એ કલ્પ્ના કરવી જ રહી કે 8-10 ગામો વચ્ચે એક માત્ર એમબીબીએસ ડોકટર હોય છે. એમબીબીએસ ડોકટરને કોવિડ-19 કે શ્વાસ, ફેફસા કે તેને લગતી અતિ ગંભીર બિમારીની સારવારનો અનુભવ નથી તેવા ગામોમાં અનેક કેસો નોંધાયા છે અને તેને સમયસર નિયંત્રિત અને નિદાન ન કરવાના કારણે ગામોની પરિસ્થિતિની કલ્પ્ના કરવાથી જ હ્રદયદ્વવી ઉઠે છે. આવા ગ્રામ્યના નાગરીકોને આરોગ્યની પ્રાથમિક સારવાર આપવી એ સરકારની બંધારણીય ફરજ છે. ફરજ નહીં તો પણ માનવતા દાખવીને સારવાર કે સમયસર નિદાન ન થવાના કારણોસર કોઈ નાગરીકનો જીવ જાય કે વધુ નાગરીકો તેના કારણે સંક્રમિત થાય તે બિલકુલ વ્યાજબી કે ન્યાયી નથી.ડીસેમ્બર-2020ની સ્થિતિએ રાજ્યમાં સરકારી અને જનરલ હોસ્પિટલોમાં વર્ગ-1ની 829, વર્ગ-2ની 628, વર્ગ-3ની 3857 અને વર્ગ-4ની 1006 જેટલી જગ્યાઓ ખાલી છે. રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં વર્ગ-1ની 479, વર્ગ-2ની 298, વર્ગ-3ની 1182 અને વર્ગ-4ની 1164 જેટલી જગ્યાઓ ખાલી છે. જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વર્ગ-2ની 502, વર્ગ-3ની 1358 અને વર્ગ-4ની 1169 જેટલી જગ્યાઓ ખાલી છે. વર્ગ-1 અને વર્ગ-2ની ડોકટરો અને પેરામડીકલ સ્ટાફની મોટાપાયે જગ્યાઓ ખાલી હોવાથી નાગરીકોને મહામારીમાં સમયસર સારવાર મળતી નથી.ગ્રામ્ય કક્ષાએ કોરોનાના કેસો વધતા અનેક માનવ જીંદગીઓ પાણી વગર માછલી તરફડે તેમ ઓકસીજન, દવાઓ સહિતની સારવાર ઉપલબ્ધ ન થવાના કારણે માનવ જીંદગી તરફડી રહી છે અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસોને અટકાવવા નક્કર પગલાંઓ લેવામાં નહીં આવે તો મોટી માનવ જીંદગીઓને કોરોનાની બીજી ઘાતક લહેર છીનવી જશે. કોરોનાની પહેલી અને બીજી લહેર વચ્ચે અંદાજે એક વર્ષ જેટલો સમય થયો એટલે કે પહેલી લહેર પછી સરકારે કોરોના સામે આયોજનપુર્વક સામનો કરવા માટે વૈજ્ઞાનિક અને તબીબી આયોજન કર્યું હોત તો કરી શકાયું હોય અને સી-પ્લેનના ઉદ્ઘાટન અને આયોજન કરવાના બદલે મહામારીમાં લડવા સામે એર એમ્બ્યુલન્સ નહીં તો રોડ પર ચાલી શકે તેવી એમ્બ્યુલન્સ, ઓકસિજન ક્ષમતા, દવાઓ, વેકસીનેશન કાર્યક્રમ, આઈસોલેશન સેન્ટર, રેમડીસીવર ઈંજેકશન વગેરે સહિતના અનેક આગોતરા આયોજન કરીને નાગરીકોના જીવ બચાવી શકાયા હોત. ખેર ! અત્યારે આ સરકારની ટીકા કરવાનો સમય નથી પરંતુ હકીકતે સરકારે કરવાની થતી કામગીરી ન કરીને સ્વપ્રસિધ્ધી માટે કામગીરી કરી હોઈ તેવા કારણોસર રાજ્યના નાગરીકો જીવ ગુમાવી રહ્યાનો અહેસાસ થાય છે.કોરોના દર્દીઓના ઓકસિજનના અભાવે મૃત્યુ ત થાય તે માટે એપ્રિલ-2020માં ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ, ભારત સરકારે જરૂરી ઓકસિજન પ્લાન્ટ ઉભા કરવા અને આયોજન કરવાની જાણ કરવામાં આવેલ તેમછતાં રાજ્યના ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગે કોઈ નક્કર પગલાં લીધાં નહીં અને તેના કારણે રાજ્યમાં કોરોના દર્દીઓ માટે ઓકસીજન, સીલીન્ડરમેળવાવ અફરા-તરફી મચી જવા પામેલ અને કોરોના દર્દીઓના પરીવારજનોને કલાકો સુધી ઓકસીજન સીલીન્ડર રીફીલીંગ કરાવવા માટે લાઈનમાં ઉભા રહેવાની નોબત આવી હતી.રાજ્યમાં બેફામપણે રેમડીસીવર ઈજેંકશનની ગેરકાયદેસર થતી કાળાબજારી અને ગેરકાયદેસર બનાવટી રેમડીસીવર ઈંજેકશનનું ઉત્પાદન અને વેચાણ અટકાવવામાં તેમજ જરૂરીયાતવાળા દર્દીઓને સમયસર રેમડીસીવર ઈંજેકશનો પુરા પાડવાના આયોજનમાં રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ કમિશ્નર બિલકુલ નિષ્ફળ નિવડ્યા છે. દર્દીઓને સમયસર રેમડીસીવર ઈંજેકશનો પુરા પાડવાનું આયોજન કરવામાં નિષ્ફળ જતાં દર્દીના સ્વજનો કાળાબજારીમાં હજારો-લાખો રૂપિયાના ઈંજેકશનો લેવા મજબુર બન્યા છે તેમજ બનાવટી રેમડીસીવર ઈંજેકશનના કારણે અનેક દર્દીઓ મોતના મુખમાં ધકેલાયા છે. આવા બનાવટી ઈંજેકશનોનું ઉત્પાદન શરૂ થઈને હજારો-લાખો ઈંજેકશનો અનેક દિવસો સુધી રાજ્યના અનેક જીલ્લાઓમાં વેચાઈ રહ્યા હતા તેમ છતાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ કમિશ્નર દ્વારા કેમ અટકાવવામાં ન આવ્યા ?હાલના સંજોગોમાં ગુજરાતના 18000 ગામોમાં કોરોના સક્રમણને ફેલાતું અટકાવવા માટે તાત્કાલિક નિદાન અને પુરતી સારવાર સમયસર મળી રહે તે માટે ગ્રામ્ય કક્ષાએ સુવિધા ઉપલબ્ધ હોવાની વાત તો દૂર રહી પરંતુ તાલુકા કક્ષાએ પણ નિદાન માટે જરૂરી આરટી-પીસીઆર ટેસ્ટ, સીટી સ્કેન, ડી-ડાઈમર સહિતના ટેસ્ટ થઈ શકે તેવી સુવિધા ઉપલબ્ધ નથી અને અમુક જીલ્લામાં તો જીલ્લા કક્ષાએ પણ ખૂબ મુશ્કેલીઓ છે. ગ્રામ્ય કક્ષાએ 8-10 કે તેથી વધુ ગામો વચ્ચે માત્ર એક સામુહીક આરોગ્ય કેન્દ્ર કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય છે ત્યાં પુરતા પ્રમાણમાં કોરોના ટેસ્ટીંગ માટેની રેપીડ એન્ટીજન ટેસ્ટની સુવિધા પણ ઉપલબ્ધ નથી ત્યારે આર ટી પીસીઆર ટેસ્ટની તો વાત જ કયાં કરવી ? આ સત્ય હકીકત છે જેને સ્વીકારવી જ રહી. આવા મહામારીના સમયે ગ્રામ્ય કક્ષાએ કોરોના મહામારીમાં નાગરીકોને સમયસર સારવાર મળી રહે તે માટે તાત્કાલિક નીચેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. તેમ જણાવ્યું છે.આ બેઠકમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી પક્ષપ્રમુખ અમિત ચાવડા ભરત સોલંકી અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય શૈલેષ પરમાર તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.