મહેસાણામાં 17 ટન ઓક્સિજન લાવવા ખાસ વ્યવસ્થા કરાઈ નાયબ મુખ્યમંત્રના પ્રયાસોથી ઓક્સિજનનો જથ્થો ફાળવાતાં જિલ્લા વહીવટી અને પોલીસ તંત્રએ જામનગરથી ૧૭ ટનનું ટેન્કર ઝડપથી મહેસાણા પહોંચે તેવી વ્યવસ્થા કરી સ્થિતિ સંભાળી લીધી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

garvi takat.મહેસાણા જિલ્લામાં ગુરુવારે ઓક્સિજનની અછત સર્જાતાં કેટલીક ખાનગી હોસ્પિટલોએ હાથ ઊંચા કરી દેતાં દર્દીઓના સગાઓમાં દોડધામ મચી ગઈ હતી. બીજી તરફ નાયબ મુખ્યમંત્રના પ્રયાસોથી ઓક્સિજનનો જથ્થો ફાળવાતાં જિલ્લા વહીવટી અને પોલીસ તંત્રએ જામનગરથી ૧૭ ટનનું ટેન્કર ઝડપથી મહેસાણા પહોંચે તેવી વ્યવસ્થા કરી સ્થિતિ સંભાળી લીધી હતી.

મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણ ગંભીર હદે ફેલાતાં હોસ્પિટલોમાં ઓક્સિજન-વેન્ટિલેટરવાળા બેડ ખૂટી પડ્યા છે તો રેમડેસિવિર સહીતની દવાઓ પણ મહામુશીબતે મળી રહી છે. કેટલાય દર્દીઓને ઓક્સિજનની બોટલ ઘરે લાવીને સારવાર આપવામાં આવી રહી છે. ઓક્સિજનની અછત વચ્ચે કેટલીક હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા હોવા છતાં સંચાલકો ઓછા દર્દીઓને દાખલ કરવા મજબૂર બન્યા છે. દરમિયાન ગુરુવારે જિલ્લામાં ઓક્સિજનની ભારે અછત સર્જાતાં કેટલીક ખાનગી હોસ્પિટલોએ હાથ અદ્ધર કરી દીધા હતા અને દર્દીઓના સગાઓને ઓક્સિજનની વ્યવસ્થા કરવાનું કે દર્દીને અન્ય ખસેડવાનું કહી દેતાં દોડધામ મચી ગઈ હતી.

આવી સ્થિતિ વચ્ચે કલેક્ટર એચ.કે.પટેલ, નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ અને જિલ્લા પોલીસવડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે જામનગરથી મહેસાણા માટે ફાળવેલું ૧૭ ટન લિક્વિડ ઓક્સિજનનું ટેન્કર જે શટડાઉનના કારણે રવાના નહોતું થઈ શક્યું તે ઝડપથી મહેસાણા પહોંચે તે માટે સ્થાનિક એલસીબી અને જામનગર એસપીના સતત સંપર્કમાં રહીને ઝડપથી મહેસાણા લાવવાની વ્યવસ્થા ગોઠવી વહેલામાં વહેલી તકે ટેન્કર મહેસાણા પહોંચી જાય તે માટે સતત મોનિટરીંગ કર્યું હતું. ઉલ્લેખનિય છે કે, બીજું ટેન્કર પણ તાત્કાલીક જામનગરથી રવાના થવાનું હતું. જેથી મહેસાણા જિલ્લામાં ઓક્સિજનની સમસ્યા લગભગ હળવી થઈ જશે.

નાદુરસ્ત તબિયત છતાં નાયબ મુખ્યમંત્રી ચિંતિત, તાત્કાલીક બે ઓક્સિજન ટેન્કરો ફાળવાયાં
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની તબિયત નાદુરસ્ત હોવા છતાં મહેસાણા જિલ્લાના નાગરિકોના આરોગ્યની વિશેષ ચિંતા કરી રહ્યા છે. જિલ્લામાં ઓક્સિજન, દવાઓ સહિતનો પુરવઠો મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્રનો સતત સંપર્ક કરી માર્ગદર્શન અને જરૂરીયાત પુરી પાડે છે. ગુરુવારે તેમના અથાગ પ્રયત્નોથી જામનગરથી 16.05 મેટ્રિક ટન ઓક્સિજનનો જથ્થો ટેન્કરથી મહેસાણા જિલ્લાને ફાળવામાં આવ્યો છે. આ ઉપરાંત જીએનએફસી દ્વારા જિલ્લાને અન્ય એક 7 મેટ્રિકટનનું ઓક્સિજન ટેન્કર ફાળવામાં આવ્યું છે. જિલ્લાને ઓક્સિજનાં બે ટેન્કર મળતાં સમસ્યા હળવી થશે.

મહિલા સાંસદે ઓક્સિજનની અછત નિવારવા વડાપ્રધાનને રજૂઆત કરી
સાંસદ શારદાબેન પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિત રજૂઆત કરી છે. મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણ ગંભીર હદે વધી ગયું હોવાથી લોકો પરેશાન છે, ઓક્સિજનની અછથી લોકોનું મોત થઈ રહ્યું છે ત્યારે મહેસાણા જિલ્લા તથા માણસામાં ઓક્સિજન પ્લાન્ટ તેમજ પોર્ટેબલ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન PMCares ફંડમાંથી ફાળવવાની માગણી કરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.