સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બડોલી ગામમાં રાજસ્થાનના ભીલવાડા જીલ્લા ના સાંગવા ગામે થી પધારેલા વિખ્યાત સાધુ કબૂતર વાલા બાબા રાજપુરીજી મહારાજની પાવન પધરામણી બડોલી ગામે થઈ હતી. તેમનું વિશિષ્ટ મહત્વ એ છે કે તેઓના માથા પર હંમેશા એક જીવંત કબૂતર બેઠેલું રહે છે, જેને અનુયાયીઓ સિદ્ધ સંત માનતા આવ્યા છે
શ્રદ્ધાળુઓના મતે, બાબાજી જ્યારે ચાલે, બેસે કે સૂઈ જાય – કોઈપણ પ્રવૃત્તિ દરમ્યાન પણ આ કબૂતર સતત એમના માથે કે સાથે જોવા મળે છે. આ દૃશ્ય જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉમટી પડીને પૂજ્ય બાબાજીના દર્શન કર્યા હતા અને આ આગવીપધરામણીના સાક્ષી બન્યા હતા.
સોમવાર રાત્રે બાબાજી બડોલી ખાતે પોતાના શિષ્ય ગોપાલભાઈ, શંકરભાઈ તૈલી ના નિવાસસ્થાને પધાર્યા હતાં. જ્યાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોએ નમન કરી આશીર્વાદ મેળવી ધાર્મિક શક્તિનો અનુભવ કર્યો હતો. બડોલી ગામે આઈસ્ક્રીમની લારી ચલાવતા ગોપાલભાઈ ને જણાવ્યું હતું કે બાબાજી તેમના ગુરુજી છે અને જીવદયા માટે સતત પ્રયતશિલ રહી લોક ને જાગૃતિ કરી રહ્યા છે.મંગળવાર સવારે બાબાએ એમના ભક્તોના ઘરે પધરામણી કરી હતી.
રાકેશ નાયક,ગરવી તાકાત, ઈડર





