પાલનપુર

શહેરના માનસરોવર નજીક જનતાનગરમાં ધોળે દિવસે તસ્કરો મકાનના પાછળના દરવાજો તોડી હાથ સાફ કરી ગયા
પાલનપુરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેકતા ધોળે દિવસે ચોરીની બીજી ઘટનાને તસ્કરોએ અંજામ આપ્યો છે. શહેરના માનસરોવર ફાટક નજીક રાધાસ્વામી સત્સંગ હોલની પાસે આવેલ જનતાનગર સોસાયટી માં તસ્કરોએ પોતાનો કસબ અજમાવી અંદાજે દસ હજાર ચોરી કરી ફરાર થઇ ગયા હતા
પાલનપુર શહેરના માનસરોવર ફાટક નજીક આવેલ રાધાસ્વામી સત્સંગ હોલની પાસે આવેલ જનતાનગર સોસાયટીમાં એક મકાનમાં ધોળે દિવસે ચોરી થઈ હતી. પરિવાર ના મોભી અને દીકરો કામ અર્થે બહાર ગયા હતા અને પત્ની ઉપરના માળે કચરા પોતુ કરવા ગયા હતા ત્યારે મોકનો લાભ ઉઠાવી પાછળના ભાગેથી લાકડાનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી અને તિજોરી તોડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તિજોરી ન તૂટતા બાજુમાં પડેલ તિજોરી માં રહેલ રોકડ રકમ દશ હજાર જેટલી રકમ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા,ઘટના ની જાણ પોલીસ ને થતા પોલીસ ઘટનાને સ્થળે દોડી આવી અને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
Contribute Your Support by Sharing this News: