પાટણના ડો સેવંતીભાઈ કે પટેલનું પ્રેરણાત્મક કાર્ય , અન્ય ડોક્ટરો માટે પ્રેરણાદાયક ત્રણ દિવસ ઑક્સિજન પર રાખેલા દર્દીને બચાવી ન શકતા ૫૦ હજાર બિલ માફ કર્યું

શેર કરવા અહીં ક્લિક કરો.
પાટણના ડો સેવંતીભાઈ કે પટેલનું પ્રેરણાત્મક કાર્ય ,કોરોના મહામારીમાં સરકારી હોસ્પિટલોમાં બેડ મળતાં નથી અને ખાનગી દવાખાનામાં ડોક્ટરો દ્વારા દર્દીની સારવાર માટે મસ મોટા બિલ બનાવી લૂંટ ચલાવી રહ્યા હોવાના કિસ્સાઓ વચ્ચે પાટણ  શહેરના ડૉક્ટરે ત્રણ દિવસ દર્દીની સારવાર કર્યા બાદ અંતે ગંભીર સ્થિતિમાં તેનું  મોત થતાં રૃપિયા પચાસ હજાર જેટલું બિલ ન લઇ  માનવતા બતાવી હતી  આ તબીબ  જેઓ તેમના ત્યાં સારવાર દરમિયાન દર્દીનું અવસાન થાય તો તેમનું  સારવારનો ખર્ચ ક્યારેય લેતા નથી  પાટણ શહેરમાં જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા ડોક્ટર સેવંતીભાઈ કે   પટેલની હોસ્પિટલમાં કાંકરેજ તાલુકાના જાખેલ  ગામના રાવલ  ધનજીભાઈ ધરમશીભાઈને શંકાસ્પદ કોરોના ની અસર થતા દાખલ કરાયાં હતાં  ત્યારે સતત ત્રણ દિવસ સુધી તેમને  ઓક્સિજન પર   રાખવામાં આવ્યાં હતાં અને જરુરી તમામ સારવાર ડોક્ટર દ્વારા આપવા છતાં હાલત ગંભીર હોઇ સારવાર દરમિયાન અવસાન થયું હતું  ત્યારે ડોક્ટર દ્વારા તેમની ત્રણ દિવસ દરમિયાન કરવામાં આવેલી દવા  રૂમભાડુસહિત   અન્‍ય
અન્ય ખર્ચ મળી   અંદાજે રૂપિયા ૫૦ હજારથી વધુનું બિલ થયું હતું છતાં દર્દીને નહીં બચાવી શકતા કોરોના મહામારીમાં માનવતા દાખવી પરિવારને  સાંત્વના આપી બિલ માફ કરી દીધું હતું  આ પ્રસંગે કોર્પોરેટર એમ જે પટેલે જણાવ્યું કે    માનવતાની મિશાલ પ્રગટાવતાં પાટણના ડૉ. એસ કે. પટેલ.ને મારી સો સો સલામ છે અત્યંત સેવાભાવી ડોક્ટર શ્રી  ની માનવતા કાબિલે તારીફ છે
વિવેક લેબોરેટરી વાળા રોટેરિયન બાબુભાઇ પ્રજાપતિ ના જણાવ્યા મુજબ
માત્ર કોવિડ  જ નહી પરંતુ  વર્ષો થી તેમના ત્યાં ક્રીટીકલ   પરિસ્થિતિમાં  પણ આવી ને ઓપરેશન સમયે કે બાદ બચી ના શકતા દર્દીઓ નું બિલ લેવાતું નથી
સાથે સાથે અમદાવાદ કે અન્ય સ્થળે થી ત્યાંના   તબીબે ઓપરેશન ની સલાહ આપેલ હોય અને દર્દી ઓપરેશન કરાવવાની પુરી તૈયારી સાથે દાખલ થવા આવે તો પણ જરુર ના હોય તેમને સમજાવી માત્ર દવા આપી ઘરે પાછા મોકલેલા અનેક દર્દીએો ના કિસ્સા ની મને જાણ છે
ડો.સેવંતી ભાઈ પટેલે જણાવ્યું કે કોરોના  મહામારી માંજ નહિ પરંતુ પહેલાંથી જ હું મારી હૉસ્પિટલમાં જે દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થાય તો તેના પરિવાર પાસેથી બિલના કેટલા પણ  રૂપિયા હોય કયારેય લેતો નથી  આવી સંકટની ઘડીમાં પણ પરિવારને થોડી આર્થિક રાહત થાય અને સાચા અર્થમાં પરિવારને સાંત્વના મળે તે જ  સાચી મદદ માનું છું
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.