નાથી બેન પચણભાઈ કન્યા કેળવણી મંડળ રૈયા અને શ્રી હિન્દવાણી આંજણા પટેલ કેળવણી મંડળ દિયોદર એક લાખ અગિયાર હજાર રૂપિયા રોકડા સમાજની બંને સંસ્થાઓમાં દાન આપવામાં આવ્યું

January 29, 2025

ચૌધરી સમાજના ભામાશા અને જે એમ કન્યા શૈક્ષણિક સંકુલ ગાંધીનગરના પ્રમુખ શ્રી હરિભાઈ વી ચૌધરી સાહેબના 75 વર્ષ નિમિત્તે કરેલ સંકલ્પના ભાગરૂપે ચૌધરી સમાજની 100 સંકુલોમાં આ રીતનું આયોજન કરેલ છે તે સંદર્ભે આજે નાથી બેન પચણભાઈ કન્યા કેળવણી મંડળ રૈયા અને શ્રી હિન્દવાણી આંજણા પટેલ કેળવણી મંડળ દિયોદર મુકામે આજે આંજણા સમાજના લેખકો દ્વારા લખાયેલ 100 પુસ્તકોની ભેટ સાથે એક લાખ અગિયાર હજાર (111000)રૂપિયા રોકડા સમાજની બંને સંસ્થાઓમાં દાન આપવામાં આવ્યું તે પ્રસંગે કન્યા સંકુલ રૈયા ના પ્રમુખ અણદાભાઈ આર પટેલ તથા સમગ્ર સ્ટાફ તેમજ દિયોદર આદર્શ વિદ્યાલય ના નિયામક લાલજીભાઈ તેમજ સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહી ભેટ સ્વીકારવામાં આવી અને શેઠ શ્રી હરીભાઈ ના આ ઉમદા કાર્ય ને બિરદાવવામાં આવ્યું
આ પ્રસંગે ગાંધીનગરથી શેઠ શ્રી ના પ્રતિનિધિ તરીકે જે એમ ચૌધરી સંકુલના ડાયરેક્ટર યશવંતભાઈ વિનોદભાઈ પ્રકાશભાઈ હાજર રહેલ

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0