દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે જનસેવા કોવિડ 19 કેર સેન્ટર શરૂ કરવામાં આવશે તૈયારી શરૂ..
દર્દીઓ ને પુરી સારવાર મળે તે માટે 100 બેડ ની સુવિધા આઇસોલેશન વોર્ડ ઉભું કરવામાં આવશે
બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાઈરસ ની ગંભીર મહામારી ચાલી રહી છે જેમાં વધતા જતા કેસો ને લઈ વહીવટી તંત્ર ચિંતિત બન્યું છે જેમાં હવે સેવાભાવી લોકો પણ સેવા માટે આગળ આવ્યા છે જેમાં દિયોદર રેફરેલ કોવિડ 19 કેર સેન્ટર ચાલે છે પરંતુ દર્દીઓ ની સંખ્યા વધતા હવે દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે જનસેવા કોવિડ કેર આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવશે જેમાં દર્દીઓ ને પુરે પુરી સારવાર મળી રહે તે માટે આઇસોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવી રહું છે જેમાં 100 બેડ ની સુવિધા વાળી આ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે જેમાં દિયોદર ના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા ,પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, અને બી કે જોષી, ભરતભાઈ ઠાકોર(વકીલ) અનેક સેવાભાવિ લોકો દ્વારા આદર્શ હાઈસ્કૂલ માં આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં હાલ પુર જોશમાં તૈયારી ચાલી રહી છે