ઓક્સિજન સંકટ કેસ પર સુપ્રીમનો મોટો ચુકાદો, કેન્દ્ર સરકારને તાબડતોબ આ કામ કરવાનો આપ્યો આદેશ

શેર કરવા અહીં ક્લિક કરો.

ઓક્સિજન સંકટ કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું કે અધિકારીઓને જેલમાં પૂરી દેવાથી ઓક્સિજન નહીં આવે.

  • સુપ્રીમમાં ઓક્સિજન સંકટ કેસની સુનાવણી
  • અધિકારીઓને જેલમાં પૂરી દેવાથી ઓક્સિજન નહીં આવે
  • મુંબઈ પાસેથી શીખો-સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

બુધવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું કે દિલ્હીના ઓક્સિજન સંકટની સમસ્યાનો ઉકેલ માટે મુંબઈ પાસેથી શીખવું જોઈએ. મુંબઈ બીએમસીએ ઓક્સિજન વિતરણમાં ઘણું સારુ કામ કર્યું છે. જણાવ્યું કે આદેશનું પાલન કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. આદેશનું પાલન ન કરનાર અધિકારીઓ પર કાર્યવાહી થવી જોઈએ.

જસ્ટિસ ચંદ્રચુડે રાજધાની દિલ્હીના ઓક્સિજન સંકટ પર સૂચન કર્યું કે વૈજ્ઞાનિક રીતે ઓક્સિજન વિતરણની વ્યવસ્થા કરવામાં આવે. મુંબઈમાં બીએમસીએ કોરોના કાળમાં ઘણું સારુ કામ કર્યું છે.કેન્દ્ર સરકારે મુંબઈ પાસેથી શીખવું જોઈએ.

અધિકારીઓને જેલમાં પૂરી દેવાથી ઓક્સિજન નહીં આવે-સુપ્રીમ કોર્ટ

જસ્ટિસ ચંદ્રચુડે કેન્દ્ર સરકારે જણાવ્યું કે અધિકારીઓને જેલમાં પૂરી દેવાથી કે તેમની સામે અવમાનની કાર્યવાહી કરવાથી ઓક્સિજન નહીં આવે. અમને કહો કે તમે ઓક્સિજનની અછત ઓછી કરવા શું કામ કર્યું છે. જસ્ટિસે પૂછ્યું કે આખરે તમે દિલ્હીની કેટલો ઓક્સિજન મોકલ્યો છે. આ એક રાષ્ટ્રીય આપદા છે અને એ વાતથી કોઈ ઈન્કાર ન કરી શકે કે સંખ્યાબંધ મોત ઓક્સિજનની અછતને કારણે થયા છે.

કેન્દ્ર અને દિલ્હી સરકાર દર્દીઓના જીવ બચાવવાની પૂરી કોશિશ કરી છે-સોલિસિટર જનરલ

કેન્દ્ર સરકારના વકીલ સોલિસિટર જનરલે સુપ્રીમને જણાવ્યું કે આ મુકદમેબાજી યોગ્ય નથી. કેન્દ્ર અને દિલ્હી સરકાર ચૂંટાયેલી સરકાર છે અને કોરોના દર્દીઓની સેવા માટે પૂરતો પ્રયાસ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ઓક્સિજનની અછત કેસમાં દિલ્હી હાઈકોર્ટના આદેશની વિરૃદ્ધ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.