કે. એમ. પટેલ વિદ્યામંદિર ઇડર ખાતે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના દીર્ઘ દ્રષ્ટિકોણ સાથે વિશ્વ ફલક પર જેની શરૂઆત થયેલી છે તેવા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી 21 જૂન એ યોગ સંગમ કાર્યક્રમ અંતગર્ત ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના કુલ 1270 બાળકો 50 સ્ટાફ અને શિક્ષકો 10 પેરેન્ટસ એ ભાગ લીધો હતો ઉચ્ચતર માધ્યમિક વિભાગ
કાર્યક્રમનું સંચાલન શૈલેષકુમાર પટેલે , માધ્યમિક વિભાગના કાર્યક્રમનું સંચાલન એ બી પટેલે , પ્રાથમિક વિભાગના કાર્યક્રમનું સંચાલન પવનભાઈએ અને પૂર્વ પ્રાથમિક વિભાગના કાર્યક્રમો સંચાલન દિશાબેને કર્યું હતું જેમાં તેમને બાળકોને વિવિધ યોગ આસન પ્રાણાયામ કરાવ્યા અને વિસ્તૃતમાં તેના ફાયદા અને શરીર અને મન ઉપર એની અસરો ની ચર્ચા કરી બાળકોએ શાંતિપૂર્વક તેમની વાતોને સાંભળી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ પ્રેરક અને આનંદદાયક રહ્યો હતો. શાળાના આચાર્ય પી કે પટેલ અને કેમ્પસ ડાયરેક્ટર કે જે પટેલે સમગ્ર સ્ટાફને કાર્યક્રમના સફળ સંચાલન માટે અભિનંદન પાઠવ્યા હતા.
ગરવી તાકાત,ઇડર
તસ્વીર અહેવાલ : રાકેશ નાયક





