ઇડરની બડોલી ગ્રામ પંચાયતમાં વોર્ડ-11ના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા

June 11, 2025

ઇડર તાલુકામાં ગ્રામ પંચાયત ચુંટણીમાં સરપંચ અને સભ્યોના 9 તારીખે  ફોર્મ ભરવામાં આવ્યા હતા.11 તારીખે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા હતી જેમાં બડોલી પંચાયતના વોર્ડ 11 ના ઉમેદવાર  બિનહરીફ થવા પામ્યા હતા.

બડોલી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 11 માં ચૂંટણી હતી. જેમાં નાયક સંજયકુમાર વસંતલાલે ઉમેદવારી નોંધાવી હતી.જેમનું ફોર્મ પણ ભરી દેવામાં આવ્યું હતું. ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે વિધિવત રીતે આ વોર્ડ માં સામેના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા  સંજય(શીતલ)નાયક બિનહરીફ જાહેર થયા હતા.સંજયભાઈ (શીતલ) નાયકે પોતાને બિહરિફ ચૂંટી કાઢતા વોર્ડના સર્વે સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાકેશ નાયક,ગરવી તાકાત,ઇડર

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0