ઇડરના કુકડીયા ગામના બૂથની શાળાની દીવાલે અપશબ્દો લખનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવા ઉગ્ર માંગ

June 22, 2025

ઇડરના કુકડીયા ગામના બૂથની શાળાની દીવાલે અપશબ્દો લખનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવા ઉગ્ર માંગ

રવિવારના રોજ ઇડર તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ હતી જેમાં તાલુકાના કુકડીયા ગામની પ્રાથમિક શાળામાં મતદાન મથક હતું
  આ મથકમાં મતદારો જ્યારે મત આપવા ગયા ત્યારે  શાળાની  દીવાલ ઉપર અપશબ્દ લખેલો જોઈ આવનાર મતદારો ક્ષોભમાં મુકાઈ ગયા હતા
   આસાનીથી વાંચી શકાય એવા મોટા અક્ષરોમાં લખેલા અપશબ્દો  જેમ જેમ મતદારો આવતા ગયા અને આ લખાણ વાંચતા ગયા તેમ આ મુદ્દો ગરમાયો હતો
  અંતે આ મામલે મતદારોમાં ગરમાયો હતો કુકડીયા ના વતની અજીતસિંહ અને  પધ્યુંમાનસિંહ તથા અજયસિંહ ને જણાવ્યું હતું કે આ અપશબ્દ કોણે લખ્યો કેમ લખ્યો એને શોધવા અને એ એ શખ્સ ને કડકમાં કડક સજા કરવામાં આવે એવી લોકોએ માંગ ઉઠાવી હતી
ચુંટણી માં મતદાન કરવા ગામની બહેન દીકરીઓ પણ આવતી હતી તેને એટલો પણ વિચાર નહિ કર્યો હોય તેવા પ્રતિભાવ મતદાતાઓ દ્વારા આવ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0