25 મે સુધી રાજ્ય સરકાર લોકડાઉન લંબાવવાની તૈયારીમાં

May 17, 2021

ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસના સંકટથી પસાર થઈ રહ્યો છે ત્યારે હાલમાં કોરોના વાયરસના કેસમાં ઉત્તરોતર ઘટાડો સામે આવી રહ્યો છે. આ ઘટાડા વચ્ચે હવે ગુજરાતમાં લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોની અવધિ સમાપ્ત થવા જઈ રહી છે ત્યારે સૂત્રો અનુસાર રાજ્યમાં લાગુ કર્ફ્‌યૂ સહિતના પ્રતિબંધો હજુ પણ સપ્તાહ સુધી લંબાવી દેવામાં આવે તેવી શક્યતા છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ભલે ઓછા થઈ રહ્યા હોય પરંતુ ખતરો હજુ ટળ્યો નથી તેના કારણે રાજ્યમાં લાદવામાં આવેલા નાઈટ કર્ફ્‌યૂ તથા દિવસ માટેની ગાઈડલાઇન સહિતના પ્રતિબંધો 25મે સુધી લંબાવી દેવામાં આવે તેવી સરકારમાં વિચારણા ચાલુ હોવાની માહિતી સામે આવી રહી છે. રાજ્યમાં બીજી લહેરમાં કોઈ પણ રિસ્ક ન લેવાના અભિગમ સાથે પ્રતિબંધોને થોડા હજુ લાંબા કરી શકે છે.

જાેકે મહત્વની વાત છે કે રાજ્યના પાંચ જિલ્લાના ધારાસભ્યોએ હવે કર્ફ્‌યૂને હટાવી દેવા માટે રજૂઆત કરેલી છે અને હવે સમગ્ર મામલે આગામી કલાકોમાં મોટો ર્નિણય આવી શકે છે. કર્ફ્‌યૂ બાબતે કોર કમિટીની બેઠકમાં ર્નિણય લેવાઈ શકે છે. જાેકે આજે જ રાજ્ય પર વાવાઝોડાનું પણ સંકટ આવ્યું છે અને આગાહી અનુસાર સાંજે ૬ વાગે વાવાઝોડું પોરબંદર અને મહુવા વચ્ચેથી પસાર થઈ શકે છે ત્યારે રાજ્ય સરકાર વાવાઝોડાના કામમાં પણ લાગેલી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0