તહેલકા : પત્રકાર તરૂણ તેજપાલ 8 વર્ષ જુના રેપ કેસમાં નિર્દોશ સાબીત

May 21, 2021

રેપ કેસમાં તહેલકાના સંસ્થાપક તરુણ તેજપાલને મોટી રાહત મળી છે. 8 વર્ષ પછી ગોવા સેશન કોર્ટે તરુણ તેજપાલને નિર્દેષ જાહેર કર્યા છે. તહેલકા મેગેઝીનના પૂર્વ મેનેજિંગ એડીટર તરુણ તેજપાલ પર 20213માં ગોવાની એક લક્ઝરી હોટલમાં એલીવેટરમાં સાથી  મહિલા સાથે દુષ્કર્મ કર્યાનો આરોપ લાગ્યો હતો. પ

તરૂણ તેજપાલ વિરુદ્ધ ગોવા પોલીસે નવેમ્બર 2013માં FIR દાખલ કરી હતી અને ત્યારબાદ તેજપાલની ધરપકડ થઈ હતી.  ગોવા પોલીસે ફેબ્રુઆરી 2014માં તેના વિરુદ્ધ 2846 પેજની ચાર્જશીટ દાખલ કરી હતી.જિલ્લા સેશન કોર્ટે 27 એપ્રિલને ચુકાદો આવવાનો હતો પરંતુ જજ ક્ષમા જોશીએ ચુકાદો 12 મે સુધી અનામત રાખ્યો હતો. 12 મેના રોજ નિર્ણય ફરી એક વખત 19 મે સુધી ટાળી દેવામાં આવ્યો  હતો. કોર્ટે આ પહેલા કહ્યું હતું કે, કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામરીને કારણે સ્ટાફ ઓછો હોવાને કારણે આ કેસ સ્થગિત કરવામાં આવ્યો હતો. તરૂણ તેજપાલે આ પહેલા મુંબઈ હાઈ કોર્ટ અરજી કરીને પોતાના પર લાગેલ આરેપ અટકાવી દેવાની વિનંતી કરી હતી પરંતુ કોર્ટે એ એરજી ફગાવી દીધી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0