કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત દરેક મુદ્દે કેન્દ્ર સરકારને ભીંસમાં લેતા આવ્યા છે. જેમાં હાલ કોરોનાની સ્થિતિમાં વેક્સિનેશન,સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ, ઈકોનોમી વિગેરે મુદ્દે સરકારને પોઝીટીવ સુચનો આપવાની સાથે અનેક વાર હુમલાવર પણ જણાય છે. ત્યારે આજે રાહુલ ગાંધીએ ગંગા નદીમાં તરતી લાશો પર સરકાર પર નિશાન સાધ્યુ હતુ. તેમને કહ્યુ હતુ કે, ‘જો કહતા થા ગંગાને બુલાયા હૈ, ઉસને માં ગંગા કો રૂલાયા હૈ’. રાહુલ ગાંધીએ નામ લીધા વગર સીધા જ પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે.

રાહુલ ગાંધીએ પોતાના આ ટ્ટીટમાં એક ખબર શેર કરી હતી. જેમાં દાવો કરાયો છે કે, ગંગા કિનારે 1140 કિલોમીટરમાં 2000થી વધારે મૃતદેહો મળ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ તથા બીહારની નદીઓમા લાશો તરતી હોવાથી હડકંપ મચ્યો હતો. જેથી બિહારના અધિકારીઓએ દાવો કર્યો છે કે, ઉત્તર પ્રદેશથી 71 મૃતદેહ વહેતા રાજ્યમાં આવ્યા હતા. અધિકારીઓએ ત્યાર બાદ નદીમાં નેટ લગાવી દીધી છે. આ સીવાય UP ના બલીયામાં નદીમાં તરતી લાશોને કુતરા ખાવાનો પ્રયાસ કરી રહ્યા હતા જેથી પ્રશાસને સ્થળે પહોંચી લાશની અંતીમ વિધી કરી હતી.