દુધસાગર ડેરીની ચુંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિપુલ ચૌધરી તથા ભાજપ પ્રેરીત અશોક ચૌધરીનુ ગ્રુપ ડેરી ઉપર પોતાનો કબ્જો કરવા એડીચોટીનુ જોર લગાવી રહ્યા છે. એવામાં ગઈકાલ રવિવારના રોજ ગુજરાતના પૂર્વ ગૃહરાજ્યમંત્રી તથા ગુજરાત કૉઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની કથિત 14.80 કરોડના બોનસ કૌભાંડના મામલે ધરપકડ કરવામાં આવી હતી. સદર બાબતે કોર્ટે તેમના ચાર દિવસના રિમાન્ડ પણ મંજુર કરી દીધા હતા. આ ધરપકડની વિરૂધ્ધમાં તેમના સમર્થકો દ્વારા સોમવારના રોજ રેલીનુ આયોજન કરાયુ હતુ પરંતુ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી દેવામાં આવી હતી.

દુધસાગર ડેરીની તારીખો જાહેર થયાના તુંરત બાદ થયેલ વિપુલ ચૌધરીની ધરપકડને લોકો રાજકીય કિન્નાખોરી બતાવી રહ્યા છે. જેમાં વિપુલ ચૌધરીના સમર્થકો સરકાર ઉપર આરોપ લગાવી રહ્યા છે કે, તેઓ ચુંટણીમાં હિસ્સો ના લઈ શકે એ માટે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વિપુુલ ચૌધરીના સમર્થકો દ્વારા રાજકીય કીન્નાખોરીથી કરાયેલ ધરપકડની વિરૂધ્ધમાં રેલીનુ આયોજન કરાયુ હતુ. પંરતુ સરકારી તંત્ર દ્વારા તેમને મંજુર અપાઈ નહોતી.

વિપુલ ચૌધરીની કરાયેલ ધરપકડના વિરોધમાં તેમના સમર્થકો અર્બુદાધામથી રેલી નીકાળવા જઈ રહ્યા હતા પરંતુ તંત્ર દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં સમર્થકો એકઠા થયા હતા પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાના નામે તેેઓની અટકાયત કરી લેવામાં આવી હતી. 

તમને જણાવી દઈયે કે સમગ્ર દેશમાં ચાલી રહેલા ખેડુત આંદોલનને પગલે ખેડુતોના વિરોધનો સામનો ના કરવો પડે એ કારણોસર મહેસાણામાં 4 કે તેથી વધુ લોકોના ભેગા થવા ઉપર પ્રતીબંધ ફરમાવાયો છે. 5 ડિસેમ્બર 2020 ના રોજ લાગુ કરાયેલ આ જાહેરનામાં આધારે વિપુલ ચૌધરીના સમર્થકોની અટકાયત કરવામાં આવી હતી. 

 

શુ છે મામલો ?

દૂધસાગર ડેરીના કર્મચારીઓના પગાર તથા બોનસમાં 14.80 કરોડની કથિત ઉચાપતનો આરોપ છે. 2014માં 22 કરોડના કથિત ઘાસચારા કૌભાંડને મામલે તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી. જે અત્યારની ધરપકડનુ કારણ પણ છે.

ડેરીના કર્મચારીઓને વધારાના બે પગાર બોનસરૂપે આપી 12 કરોડ ચુકવ્યા હતા. જે 12 કરોડમાંથી કર્મચારીઓ પાસે 80 ટકા રકમ ઉઘરાવી 9 કરોડ રૂપીયા સાગરદાણ કૌભાંડમાં જમા કરાવવાના હતા તે રકમ ભરપાઈ કરી હતી. આવી રીતે નાણાની કથિત ઉચાપત કરી કૌભાંડનો આરોપ લાગ્યો હતો. 

Contribute Your Support by Sharing this News: