Bhupendrasinh chudasma

કેન્દ્રની બેઠક બાદ આજે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં ધોરણ-12 બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્ય સરકારે આગામી 7મી જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્રને લઈને જણાવ્યુ હતુ કે, નવા શૈક્ષણિક સત્રની શરૂઆત ઓનલાઇન થશે.

આ બેઠક બાદ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, 23 મેનાં રોજ ધોરણ 12 પરીક્ષા લેવા અંગે કેન્દ્ર સરકારનાં 4 સિનિયર મંત્રીઓની હાજરીમાં ઓનલાઇન મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા દેશનાં મોટા શિક્ષણ મંત્રીઓ હાજર હતાં. ગઇ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો નીર્ણાય લીધો છે, જે મુદે આજે મળેલ કેબિનેટ બેઠકમાં ગઇ કાલે વડાપ્રધાને લીધેલ નિર્ણયને લઈ ચર્ચા થઈ. ધોરણ 12ની ગુજરાત બોર્ડ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રની ગાઈડ લાઇન પ્રમાણે આપડે નિર્ણય કરીશું. ધોરણ 12 અને 10નાં રીપીટરની પરીક્ષા મુદે હવે નિર્ણય કરીશું. 7 જૂનથી શરૂ થતા નવા સત્રની શરૂઆત ઓનલાઇન હશે.

તમને જણાવી દઈયે કે, ગત રોજ CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાઈલેવલ બેઠકમાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. COVID ને કારણે થતી અનિશ્ચિત સ્થિતિ અને વિવિધ હોદ્દેદારો દ્વારા મળેલા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને, નિર્ણય કરવામાં આવ્યો કે આ વર્ષે બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે નહીં.

Contribute Your Support by Sharing this News: