ઝાડીયાણા પ્રા. શાળા ખાતે અક્ષરજ્ઞાનની સાથે સાથે જીવન લક્ષી શિક્ષણ મળી રહે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા હેતુ સાથે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષાબેન ખેરના માર્ગદર્શનમાં આઠ ટીમોમાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો. બાળકોમાં છુપાયેલી રસોઇ કલાને પ્રોત્સાહિત કરવા માટે યોજાયેલ આ વાનગી સ્પર્ધામાં વદ્યાર્થીઓએ વિવધ સ્વાદિષ્ટ વાનગી બનાવી પોતાની રસોઈ કલા રજૂ કરી ત્યારે નિર્ણાયકોને પણ અચંબામાં મૂકી દીધા હતા. આ પ્રસંગે શંખેશ્વર ખાતે જીજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસના માધ્યમથી વઢિયાર વિસ્તારના વિદ્યાર્થીઓને ડિજિટલ યુગ સાથે જોડવાનું ભગીરથ કાર્ય કરતા જીજ્ઞાબેન શેઠ ખાસ ઉપસ્થિત રહી પ્રથમ, દ્વિતીય,તૃતીય નંબરે વિજેતા બાળકોની ટીમને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના આચાર્યશ્રીએ દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભગવતદાન ગઢવીએ કર્યું હતું.

તસ્વીર અહેવાલ દિલીપસિંહ જાડેજા શંખેશ્વર 

Contribute Your Support by Sharing this News: