મર્યાદિત ઓવરનો ભારતનો સૌથી સફળ ક્રિકેટર યુવરાજ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું ગંભીરતાથી વિચારી રહ્યા છે અને આઇસીસી દ્વારા માન્ય વિદેશી ટી 20 લીગમાં ફ્રીલાન્સ ક્રિકેટર તરીકે રમી શકે છે. પંજાબનો લેફ્ટ હેન્ડ બેટ્સમેન બીસીસીઆઈ તરફથી મંજૂરી મેળવ્યા બાદ અંતિમ નિર્ણય લેશે. એવું માનવામાં આવે છે કે યુવરાજે સ્વીકાર્યું છે કે હવે ભારત તરફથી રમવાનું શક્ય નથી.બીસીસીઆઇનાં સુત્રોએ રવિવારે જણાવ્યું હતું કે યુવરાજ સિંહ આંતરરાષ્ટ્રીય અને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ વિશે વિચારી રહ્યો છે. તેમના BCCIની સાથે વાત કરવા અને જીટી-20 (કેનેડા), આયરલેન્ડમાં યુરો ટી20 સ્લૅમ અને હૉલેન્ડમાં રમવા પર વધુ સ્પષ્ટતા માંગવાની આશા છે, કારણ કે તેમની પાસે ઓફર છે. આપને જણાવી દઇએ કે, ઈરફાન પઠાણે તાજેતરમાં કેરેબિયન પ્રીમિયર લીગનાં ડ્રાફ્ટમાં તેમનું નામ આપ્યું હતું, પરંતુ તે હજી પણ સક્રિય પ્રથમ શ્રેણીનો ખેલાડી છે અને તેણે બીસીસીઆઈની સ્વીકૃતિ નથી લીધી.બીસીસીઆઇનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ઇરફાનને ડ્રાફ્ટમાંથી નામ પાછુ ખેંચી લેવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યાં સુધી યુવરાજની વાત કરવામાં આવે તો આપણે નિયમો જોવાની જરૂર છે. જો તે પ્રથમ શ્રેણી ક્રિકેટમાંથી નિવૃત્તિ લે, તો પણ તે પછી બીસીસીઆઈ હેઠળ રજિસ્ટર્ડ એક સક્રિય ટી -20 ખેલાડી બની શકે છે.

Contribute Your Support by Sharing this News: