મહેસાણા શહેર માં રૂ.૫૭,૫૦૦/-ના ચેક રીટર્ન કેસ માં આરોપી યુસુફખાન સિકંદરખાન પઠાણને મહેસાણા ના બીજા એડી.ચીફ જ્યુડિ. જજ .જે.એ.પરમાર એ ૬ મહિના ની કેદ અને રૂપિયા ૬૭,૦૦૦/-દંડ અને તેમાંથી ફરિયાદીને રૂપિયા,૬૦,૦૦૦/-વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. કેસ ની વિગત અનુસાર મહેસાણા ખાતે વિસનગર રોડ ઉપર આવેલ કરિશ્મા પાર્ક સોસાયટી  માં રહેતા યુસુફખાન સિકંદરખાન પઠાણ  લોજિક કેર  નામે વેપાર કરતા હતા અને તેઓએ ગુજરાત હૉઉસીંગ બોર્ડ,સોમનાથ રોડ.મહેસાણા ખાતે રહેતા તેમના મિત્ર અલતાફહુસેન એહમદહુસેન શેખ પાસે થી જૂન-૨૦૧૬ માં નાણાકીય સહાય ની જરૂરિયાત પડેલ હોઈ રૂ,૬૦,૦૦૦/-હાથ-ઉછીનાં લીધેલા 2 મહિના માં પરત આપવાની શરતે.. જે નાણા સમય મર્યાદા માં પરત આપેલ નહીં અને તે લગત ફરીયાદી અલતાફહુસેન શેખ એ નાણાં પરત માંગતા લોજિકકેર ના પ્રોપરાઇટર તરીકે નો ચેક આઇ.સી.આઇ. સી.આઇ બેન્ક નો પાર્ટ પેમેન્ટ રૂપિયા ૫૭,૫૦૦/-નો ચેક યુસુફખાન પઠાણે આપેલ..જે ચેક ફરીયાદી અલતાફભાઈએ પોતાની બેંક માં જમા કરાવતા ખાતા બંધ ના શેરા થી વણ- ચૂકવ્યો પરત ફરેલો..ફરીયાદી અલતાફહુસેન શેખ એ એડવોકેટ મનિષ એસ.બારોટ મારફતે મહેસાણા કોર્ટ માં ચેક રીટર્ન નો કેશ દાખલ કરેલ અને જે કેસ ચાલી જતા બન્ને પક્ષે દલીલો સાંભળી અને ત્યારબાદ ફરીયાદી તર્ફે ની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી યુસુફખાન સિકંદરખાન પઠાણ ને દોષિત ઠરાવી ૬ મહિના કેદ ની સજા અને ૬૭,૦૦૦/-દંડ અને તે રકમ માંથી ફરીયાદી ને વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.

Contribute Your Support by Sharing this News: