પ્રથમ ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ‘સુશાસનના પાંચ વર્ષ’ ના સુશાસનના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ તા 1 થી 9 ઓગસ્ટ સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. તે અંતર્ગત આજે આ કડીના છઠ્ઠા દિવસે ભાવનગર જિલ્લામાં ‘યુવા શક્તિ દિવસ’ અંતર્ગત ભાવનગરના ‘અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર’ મોતીબાગ ખાતે શિક્ષણ મંત્રીભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિહોર ખાતે ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણીના અધ્યક્ષસ્થાને ‘યુવા શક્તિ દિવસ’ ના કાર્યક્રમ યોજાયાં હતાં. .
ભાવનગરના મોતીબાગ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, રાજ્યમાં અનેક આઇ.ટી.આઇ., ડિપ્લોમા કોલેજની સ્થાપના કરી આ ઇન્સ્ટિટ્યૂટોમાં ઉદ્યોગ સાનુકૂળ માનવબળ તૈયાર કરી રાજ્યના યુવાનોને વ્યાપક રોજગારના અવસર ઉપલબ્ધ બનાવ્યાં છે. ખેતીમાં અનેક લોકોને રોજગારી આપી શકાય તેમ છે તેની શક્યતાને પગલે જુનવાણી કૃષિ પધ્ધતિને બદલે આધુનિક કૃષિ પધ્ધતિ અપનાવવાથી ઉત્પાદન અને ઉત્પાદકતા વધી છે. આથી, વેચાણ વધે, પાકનું પરિવહન કરવું પડે આ બધી વ્યવસ્થા ગોઠવવાં વધુ લોકોની જરૂર પડે આમ, રોજગારના વધુ અવસરો ઉભા થાય છે. આજ રીતે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાં માટે રાજ્યમાં પ્રતિ બે વર્ષે વાઇબ્રન્ટ સમીટ કરવામાં આવે છે. જેના લીધે રાજ્યમાં મૂડીરોકાણ વધ્યું છે. આ બધાને લીધે પણ રાજ્યમાં રોજગારની વ્યાપક તકો ઉભી થઇ છે.
આ પણ વાંચો – કડી મામલતદાર કચેરીની મુલાકાતમાં કલેક્ટરનો આદેશ – કર્મચારીઓએ અઠવાડીયામાં ત્રણ દિવસ રાશન દુકાનોની તપાસણી કરવી !
ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે, આજે રાજ્યમાં 50 હજાર યુવાનોને રોજગાર આપવાના લક્ષ્યાંક સામે 66 હજાર લોકોને રોજગારી મળી છે. તેવી જ રીતે ભાવનગરમાં 600 લોકોને રોજગારી આપવાનાં લક્ષ્યાંક સામે 950 યુવાઓને આજે રોજગારીના અવસર મળ્યાં છે. તેમણે કહ્યું કે, રોજગાર અને વિકાસ એ સિક્કાની બે બાજુ છે. જો વિકાસ થશે તો આપોઆપ રોજગારના અવસર ઉભા થવાના છે. આ માટે સરકારી નીતિ પણ યોગ્ય હોવી જોઇએ. આ માટે રાજ્યભરમાં જી.આઇ.ડી.સી.ની સ્થાપના કરી અનેક રોજગારના અવસર ઉભા કરાયાં છે. છેલ્લાં ૫૦ વર્ષામાં જે સમસ્યાઓ હતી. તેનું અમારી સરકારે નિદાન શોધી તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો છે. આથી આ કોઇ ઉજવણી નથી પરંતુ કરેલાં સેવા કાર્યો લોકો સુધી લઇ જવાનો સેવાયજ્ઞ છે.
આ સીવાય તેમને આ કાર્યક્રમાં કહ્યુ હતુ કે, વર્તમાન સરકારે ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના દ્વારા દિવસે વિજળી આપી છે. જેથી ખેડૂતને રાત્રીના ઉજાગરાં કરવામાંથી મુક્તિ મળશે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ૩ મહિના પહેલાં શરૂ કરેલ સાત પગલાં કૃષિ કલ્યાણના યોજનાથી રાજ્યના ખેડૂતને વાવણી થી માંડીને વેચાણ સુધીની સહાયતા અને મદદ કરી છે.
આ કાર્યક્રમમાં આ પ્રસંગે ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ, મ્યુનિસિપલ કમિશ્નર એમ.એ.ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનધીરૂભાઈ ધામેલીયા, દંડકપંકાજસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી પુષ્પલત્તાબહેન સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ તથા રોજગારના નિમણૂંક પત્ર મેળવનાર યુવાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.