પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી 
ઉમરદેશી રેલવે ફાટક પાસે એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક 40 વર્ષીય અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું. રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુર રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ગત 25મી જૂનના રોજ સાંજે 6:15 કલાકે ઉમરદશી રેલવે ફાટક પાસે એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક અજાણ્યો 40 વર્ષીય શખ્સ કપાઈ મર્યો હતો. જેના મૃતદેહને પાલનપુર રેલ્વે પોલીસે પીએમ માટે પાલનપુર સિવિલમાં ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અજાણ્યો યુવક શ્યામવર્ણનો મજબૂત બાંધાનો છે. જેને શરીરે ચડ્ડી અને કાળા કલરનું પેન્ટ પહેર્યું છે. જેના વાલી વરસોને પાલનપુર રેલવે પોલીસનો સંપર્ક કરવા પોલીસે અનુરોધ કર્યો છે.