ગોજારા ટ્રક ચાલકે ટક્કર મારી અને આશાસ્પદ યુવાન મોતને ભેટ્યો 

ગરવીતાકાત,પાલનપુર: અમીરગઢ તાલુકાના ખૂણિયા ગામના પાટિયા નજીક ગત રાતના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક આશાસ્પદ યુવકનું મોત થયુ છે.

ઉપરોક્ત બનાવ સંદર્ભે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રીના આઠેક વાગ્યાના સુમારે પિન્ટુભાઇ નામનો યુવાન તેનું બજારનુ કામ પતાવી ઘરે જઇ રહ્યો હતો તે વખતે રસ્તો ઓળંગતા પૂર ઝડપે આવી રહેલા ટેન્કરના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરીને આ યુવાનને ટક્કર મારતા યુવાન રોડ પર પડી ગયેલ અને ત્યારબાદ ત્યારબાદ આસપાસમાંથી લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. અને યુવકના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેના પરિવારજનો પણ ત્યાં દોડી આવ્યા હતા. અને યુવકને ૧૦૮ મા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આમ અમીરગઢ પંથકમાં વધુ એક યુવાનનું અકસ્માતમાં મોત નિપજતાં પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. બનાવ અંગે વિષ્ણુજી પરથીજી ઠાકોર દ્વારા અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: