કડી માં યુવા દ્ધારા અબોલ પક્ષીઓ માટે નિશુલ્ક પાણી ના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું

શેર કરવા અહીં ક્લિક કરો.

— લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળતા  527  કુંડાનું નિશુલ્ક વિતરણ કરાયો :

ગરવી તાકાત મહેસાણા : ચકલી એક સમયે આપણા ઘરમાં આપણી આસપાસ ચી..ચી..કરીને પોતાની હાજરી પુરવાર કરતી હતી, પરંતુ હવે આ ચકલીની પ્રજાતી લુપ્ત થાવાના આરે આવી પહોંચી છે, ત્યારે 20 માર્ચે ‘વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પર્યાવરણ પ્રેમી સંસ્થાઓના પ્રયાસોથી લુપ્ત થતી ચકલીઓની સંખ્યા વધી  રહી છે ત્યારે ઘરે ઘરે ચકલીઓનો કલરવ ગુંજે તે માટે 20 માર્ચના વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીઓના માળાઓ અને કુંડાનું ફ્રિ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઘરના પક્ષી તરીકે જાણીતું અને માનીતું બનેલું રૂપકડું પક્ષી એટલે ચકલી આજે સમગ્ર વિશ્વમાં દેશો ચકલીઓને બચાવવા માટે ચકલી દિવસની ઉજવણી કરી રહ્યા છે. એક સમય હતો કે ચકલીને સમગ્ર વિશ્વમાં ઘરના પક્ષી તરીકે ઓળખવામાં આવતું હતું સામાન્ય રીતે ચકલીઓ નજર પડે ત્યાં જોવા મળતી હતી,
પરંતુ ધીમે ધીમે વાતાવરણની અનિશ્ચિતતા અને પ્રતિકૂળતા તેમજ સતત વધી રહેલા શહેરીકરણને કારણે ચકલીઓની પ્રજાતિ સમગ્ર વિશ્વમાંથી ધીમે-ધીમે ઓછી થવા લાગી આ સંખ્યામાં એટલી હદે ઘટાડો થયો કે ચકલીને લુપ્ત થતી અટકાવવા માટે વિશેષ અભિયાનની શરૂઆત કરવાનું સમગ્ર વિશ્વના દેશોએ વિચાર્યું અને માર્ચ મહિનાના 20મી તારીખે સમગ્ર વિશ્વમાં ચકલી દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઈ હતી.
ચકલીને બચાવવા માટે નો આ અંતિમ પ્રયાસ હતો જે હવે ધીમે ધીમે રંગ લાવી રહ્યો છે ચકલીઓની સંખ્યા શહેરી વિસ્તારમાં ખૂબ ઘટી ગઇ છે પરંતુ ગામડાના લોકોની વિશેષ જાગૃતિને કારણે ઘરનું માનીતું પક્ષી ચકલી આજે ગામડાઓમાં કેટલાક વિસ્તારમાં જોવા મળી રહી છે જે ખૂબ સારો સંકેત આપી રહી છે.
ત્યારે કડી માં આવેલ લાયન્સ ક્લબ ઓફ – કડી વોરિયર્સ અને આલ્ફા ફાઉન્ડેશન ના સયુંકત ઉપક્રમે અબોલ પક્ષીઓ માટે વિશ્વ ચકલી દિવસ ના ભાગરૂપે કડી શહેરમાં પાણી ના કુંડા નું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પર્યાવરણ લગતા અનેક કાર્યો વર્ષ દરમિયાન કરતા હોય છે જેમકે વૃક્ષા રોપણ, પર્યાવરણ ના બચાવ માટે જન જાગૃતિ, કોવિડ સમયે એ ટિફિન સેવા માં પણ ભાગરૂપે થઈ શ્રેષ્ઠ સેવા કરવાની સેવા ભાવના સાથે 19- 20 માર્ચ ના રોજ વિશ્વ ચકલી દિવસ ના ભાગરૂપે વડવાળા હનુમાનદાદા મંદીર , રામજી મંદિર નાની કડી, ગાયત્રી મંદિર જેવી જગ્યાએ 527 નિશુલ્ક પાણી ના કુંડા અબોલા પક્ષીઓ માટે વિતરણ કરવામાં આવ્યું હતું.
તસવિર અને આહેવાલ : જૈમિન સથવારા – કડી 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.