ગરવી તાકાત,પાલનપુર: ભારત ના લોખંડી પુરુષ અને અખંડ ભારત ના ઘડવૈયા સરદાર વલ્લભભાઇ પટેલ ની જ્ન્મ જયંતિની ઉજવણી કરવા માટે યુથહોસ્ટેલ્સ પાલનપુર યુનિટ અને લાયન્સ ક્લબ પાલનપુર દ્વારા સાયકલીંગ ના બે ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.
આ પણ વાંચો – કોન્ગ્રેસ 31 ઓક્ટોમ્બરને ખેડુત બીલના વિરોધમાં “કિસાન અધિકાર દિવસ” તરીકે મનાવશે
પ્રથમ કાર્યક્રમ Ride for Unity 31 તારીખે વહેલી સવારે 5.10 કલાકે શરૂ થયો. જુનાગંજ બજાર પાલનપુર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું.અને તેમના નામના જાયઘોષ સાથે 55 જેટલા સાયકલ સવાર યુવક-યુવતીઓ, કીશોરો એ દાંતીવાડા તરફ પ્રયાણ કર્યું.દાંતીવાડા ડેમ ઉપર પહોંચી સહુએ સૂર્યોદય સાથે ફોટોગ્રાફી ની મોજ લીધી. ત્યારબાદ સરદાર કુર્ષિ યુનિવર્સિટી ખાતે સરદાર પટેલ સાહેબ ની પ્રતિમાનું સહુએ સન્માન કર્યું અને નાસ્તો કર્યો. કુલ 60 કિલોમીટર ની મજલ કાપી. બીજો કાર્યક્રમ Full Moon Night Cycling 31 તારીખે રાત્રે 9 વાગ્યે શરૂ થયો. જેમાં સરદાર સાહેબ ના જયઘોષ સાથે *35* સાયકલીસ્ટો એ અંબાજી જવા પ્રયાણ કર્યું. શરદપુનમ ની ચાંદની ના પ્રકાશ માં ડુંગરો વચ્ચે સહુએ સાયકલ ચલાવવા ની અદભુત મજા નો લ્હાવો લીધો. રસ્તામાં કુદરતના નઝારાઓ અને ગરબાની પણ મજા લીધી.રાત્રે 1.30 વાગ્યે નિર્વિધને અંબાજી પહોંચ્યા. અંબાજી હોટલ માં રોકાયા અને વહેલી સવારે વિરમપુર થઈ પાલનપુર આવવા પ્રયાણ કર્યું. રસ્તામાં ઉકરડા ગામ ખાતે નાસ્તો કર્યો. કુલ 120 કિલોમીટર ની મજલ કાપી.
બંને અભિયાન શત પ્રતિશત સાયકલીસ્ટોએ સફળતાપૂર્વક પાર પડ્યા. કાયકર્મ મુખ્ય આયોજક -પોગ્રામ ડાયરેકટર નરેન્દ્ર ખોલવાડિયા(પ્રિન્સ) અને હરેશભાઇ પટેલ હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા અનિષભાઈ મોદી, લાયન્સ પ્રેસિડન્ટ મૂળચંદભાઈ ખત્રી,કલ્પેશભાઈ રાવલ,સુરેશભાઇ ખડાલિયા વગેરેએ જહેમત ઉઠાવી.