ગરવીતાકાત,અરવલ્લી: જિલ્લા રમતગમત અધિકારી ની કચેરી અરવલ્લી ધ્વારા તાલુકા કક્ષાનો  યુવા મહોત્સવ માલપુર ખાતે પી.જી મહેતા હાઇસ્કુલ ખાતે જિલ્લા રમત ગમત અધિકારીશ્રી કું જયાબેન સી.ખાંટના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો આ યુવા મહોત્સવમાં  ૨૭૫ ઉપરાંત કલાકારોએ ભાગ લઇ પોતાની કલાનાં દર્શન કરાવ્યા હતા આ મહોત્સામાં વકૃત્વ સ્પર્ધા, રાસ ગરબા, ચિત્ર સ્પર્ધા, કથન વગેરે સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.સ્પર્ધામાં  પ્રથમ, દ્રિતીય અને તૃતિય નંબર આવનારને પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ખાતે જિલ્લા રમત ગમત અધિકારીશ્રી કું જયાબેન સી.ખાંટના માર્ગદર્શન તથા ખેલ મહાકુંભની માહિતી પણ બાળકોને પુરી પાડી હતી. આ મહોત્સવમાં હાઇસ્કૂલના આચાર્યશ્રી રણછોડભાલઇ પટેલ, શિક્ષકગણ, શાળાના બાળકો ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહયા હતા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી