ગરવીતાકાત,થરા: કાંકરેજ તાલુકાના થરા – શિહોરી નેશનલ હાઈવેને ર૭ પર આવેલા વડા ગામના ઓવરબ્રીજ પાસે બાઈક સવારને પાછળથી કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં એક જણનું ઘટના સથળે મોત નિપજ્યું હતું. જ્યારે બે જણાને પાટણ રીફર કર્યાનું જાણવા મળે છે.

જાણવા મળતી માહિતીનુસાર કાંકરેજ તાલુકાનાં પાદરડી ગામના માનસુંગજી ધુખાજી ઠાકોર (ઉ.વ.રર)અને વનરાજજી જયંતીજી ઠાકોર (ઉ.વ.ર૩) બાઈક (નં.જી.જે.૧. સી.એચ.૬૭૬૬) લઈને થરા શાકભાજી માર્કેટમાં વહેલી સવારે આવી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને બાઈકને પાછળથી ટક્કર મારતાં બંને જણા રોડ પર પટકાયા હતા જ્યારે રોડક્રોસ કરી રહેલ વડા ગામના યુવાન જીતુભા માલસિંહ વાઘેલા (ઉ.વ.૪પ) પણ હડફેટમાં આવતાં માથાના ભાગે અજાણ્યા વાહનનું વ્હીલ ફરી વળતાં કુરચા ઉડી ગયા હતા.
થરા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોચી લાશનું પી.એમ. કરાવી વાલી વારસોને સોપી હતી ને ઘાયલ બે બાઈક સવારોને થરા રેફરલ હોÂસ્પટલમાં સારવાર આપી પાટણ ખસેડાયા હોવાનું તથા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ ચાલુ કરી હતી.
Contribute Your Support by Sharing this News: