ડીસામાં  યુવકે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત : પરિવારમાં માતમ છવાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

— એક મહિનાની બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવતા નોંધારી બની :

ગરવી તાકાત પાલનપુર : ડીસા ખાતે આવેલી બીકે ગેલેક્સી સોસાયટીમાં આજે એક યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. યુવકે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતાં એક મહિનાની બાળકી એ પિતાની છત્રછાયા ગુમાવતા અરેરાટી વ્યાપી છે.
બનાસકાંઠા જિલ્લામાં આત્મહત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે આજે વધુ એક યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ડીસાની બીકે ગેલેક્સી સોસાયટીમાં રહેતા જયેશ ઉર્ફે રાવડી કિશનભાઇ ધોબીએ પોતાના રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર પંખા પર ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા એક મહિનાની બાળકીએ તેના પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ઘટનાની જાણ ડીસા ઉત્તર પોલીસને કરાતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી મૃતકની લાશને ડીસા સિવિલ પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.