બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલ ઘોડીયાલી જલોત્રા માર્ગે અકસ્માત થતાં બાઇકસવાર યુવકનું સારવાર દરમ્યાન મોત થયુ છે. ગતરોજ બપોરના સમયે સંબંધીના ઘરેથી પરત ફરતાં બે યુવકોને સામેથી આવતી કારે ટક્કર મારી હતી. બાઇક સવાર બંને યુવકો ઇજાગ્રસ્ત બન્યાં હોઇ સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ગંભીર ઇજાઓને કારણે એક યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ. તો બીજી તરફ એક્સિડેન્ટ કરી ચાલક નાસી છુટ્યો હોઇ પોલીસે ફરાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર તાલુકાના ભાગળ પીંપળી ગામના દિનેશભાઇ બાબુભાઇ પરમાર અને તેમના મિત્ર યોગેશકુમાર મનુભાઇ નાયક મોટરસાયકલ લઇને સિસરાણા ગામે તેમના સંબંધીના ઘરે ગયા હતા. દરમ્યાન પરત ફરતા વખતે ગઇકાલે બપોરના સમયે ઘોડીયાલથી જલોત્રા વાયા કમાલપુર રોડ પર સફેદ કલરની કારે પુરઝડપે આવી તેમને ટક્કર મારી હતી. જેથી બાઇક ફંગોળાતાં બંને ઇસમો ઇજાગ્રસ્ત બન્યાં હોઇ એકનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ.

બપોરના સમયે સર્જાયેલા અકસ્માતમાં યોગેશ નાયકનું મોત થયા બાદ અકસ્માત સર્જીને કાર ચાલક પર વાહન લઇની નાસી છુટ્યો હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે વડગામ પોલીસે ફરાર કારચાલક સામે આઇપીસીની 279, 337, 304A અને મોટર વ્હિકલ એક્ટની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: