સમાજ વ્યવસ્થાની આદર્શ પરીસ્થીતી વિષે કહેવાયુ છે કે, જેમાં વિવાહ પ્રેમથી નીકળવા જોઈયે. પરંતુ ભારતીય સમાજ વ્યવસ્થાનો એક મોટા હીસ્સો તેની આ પ્રેમવિવાહ વિરૂધ્ધની માનશીકતામાંથી હજુ સુધી બહાર નથી નીકળી શક્યો. 21મી સદીમાં પણ એવા કેટલાય સમુદાયો કે કુંટુબો છે જેમને પોતાનુ અસ્તિત્વ જાળવી રાખ્યુ છે, જેમાં યુવક – યુવતી કુટુંબ/જાતી/ધર્મની સીમાઓનુ અતીક્રમણ કરી બહાર વિવાહ કરે તો એવા યુગલને અલગ કરવા તમામ અમાનવીય ઉપાયો કરાતા હોય છે. જેથી શારીરીક-માનશીક ત્રાસથી યુગલ નાશીપાત થઈને પોતે ઉઠાવેલ નિર્ણયને જીંદગીની ભુલ માની બેસી સમાજ વ્યવસ્થા સામે હાર માની લેતા હોય છે. આવો એક કીસ્સો મહેસાણાના લાડોલમાંથી સામે આવ્યો છે. જેમાં પ્રેમી યુગલે પરીવારની સમંતી વિના વિવાહ કર્યા હતા. યુવતીના પરીવારને આ લગ્નથી નારાજગી હોવાથી તેમને યુવક-યુવતીને માનશીક – શારીરીક ત્રાસ આપવાનુ શરૂ કરી દીધુ. જેથી યુવકે આ ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી પોતાનુ જીવન ટુંકાવી દીધુ હતુ. આ મામલે લાડોલ પોસીલ સ્ટેશને યુવકને આત્મહત્યા કરવા મજબુર કરનાર 13 આરોપી વિરૂધ્ધ ફરીયાદ નોંધાઈ છે.
યુવક અને યુવતી એક જ સમુદાયમાંથી આવતા હોવાથી આ મામલામા જાતી કે ધર્મ નહી પરંતુ પરીવારની/વડીલોની સમંતી વગર તથા સમાજે બનાવેલી કથીત વ્યવસ્થાની બહાર નીકળી લગ્ન કર્યા જ કેમ ? એ પક્ષ હાવી થયેલો જાણવા મળી રહ્યુ છે.
મહેસાણા જીલ્લાના લાડોલનો યુવક કલોલની એક યુવતી સાથે પ્રેમ સંબધથી બંધાયો હતો. આ પ્રેમી યુગલે પરીવારની સમંતી વગર પ્રેમ વિવાહ કરી લીધા . જેથી યુવતીના પરીવારજનોને આ વિવાહ પંસદ ના હોવાથી તેમને આ યુગલને અલગ પાડવા તમામ પેતરા હાથ ધર્યા હતા. યુવતીના પરીવારજનોએ યુવતીને સતત માનશીક- શારીરીક ત્રાસ આપી પ્રતાડીત કરવાનુ શરૂ કરી દીધુ હતુ. જેથી આ ત્રાસથી કંટાળીને યુવક માનશીક રીતે નાસીપાત થઈ ગયો હતો. તેને એક સ્યુસાઈડ નોટ લખી પોતાનુ જીવન ટુંકાવી દીધુ હતુ. સ્યુસાઈડ નોટમાં તે કઈ મનોદશામાંથી પસાર થઈ રહ્યો હોવાથી તેને આત્મહત્યા કરવાનુ પગલુ ઉઠાવુ પડી રહ્યુ છે. આમ આત્મહત્યા કરવા માટે મજબુર કરનાર યુવતીના 13 પરિવારજનો વિરૂધ્ધ લાડોલ પોલીસ સ્ટેશને 306,114 મુજબ ગુનો દાખલ કર્યો છે.