સગાઈ તોડી નાંખવા માટે ૪ મિત્રો દબાણ કરતા યુવકે આત્મહત્યા કરી, ૪ શખ્સો સામે ગુનો દાખલ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મેહસાણા: વડનગરમાં પાંચ માસ અગાઉ એક યુવકે સુસાઇડ નોટ લખી મોતને વ્હાલું કર્યું હતું. જે મામલે તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી છે. જેમાં યુવકના જે યુવતી સાથે સગાઇ થઈ હતી તે યુવતીના મિત્રોએ સગાઈ તોડી નાખવા યુવક પર દબાણ કરતા યુવકે આ પગલું ભર્યું હોવાની સામે આવ્યું છે. સમગ્ર મામલે હાલમાં વડનગર પોલીસ મથકમાં ચાર યુવકો સામે ફરિયાદ નોંધાઈ છે

વડનગરના શાહપુરના 29 વર્ષીય ઠાકોર વિપુલની સગાઈ વિસનગર ખાતે રહેતી એક યુવતી સાથે કરવામાં આવી હતી. જ્યાં યુવતીના ચાર જેટલા મિત્રો જેમનો એક અગાઉ યુવતી સાથે સગાઈની વાત ચાલતી હતી એ યુવાન અને અન્ય ત્રણ મિત્રો મૃતક વિપુલને વિસનગર ખાતે મળ્યા હતા. જ્યાં ચાર યુવાનોએ મૃતકને યુવતી સાથે આડ કતરી રીતે સબંધ તોડી નાખવા માટે માનસીક ત્રાસ આપતા હતા. બાદમાં સમગ્ર મામલે મૃતક યુવાને આખરે કંટાળી એક સુસાઇડ નોટ લખી ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી

મૃતક વિપુલએ વડનગર ખાતે આવેલા તાનારીરી ગાર્ડન પાસેની ઝાડીઓમાં ઝેરી દવા પીધી હતી. પરિવારને આ મામલે જાણ થતાં પોલીસ કાફલા સાથે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા તપાસમાં યુવકના બેગમાં મળેલી સુસાઇડ નોટ મળી આવી હતી. જ્યાં અધૂરાના નામ હોવાથી પોલીસે જેતે સમયે તપાસ શરૂ કરી બાદમાં સુસાઇડ નોટ હસ્તાક્ષર નિષ્ણાત ને સોંપાઈ હતી. જ્યાં હવે અહેવાલ આવતા અને પોલીસ તપાસમાં આત્મહત્યા કરવા મજબુર કરનાર યુવાનના નામ અને સરનામાં મળી આવ્યા હતા

હાલમાં મૃતકના પિતાએ ઠાકોર નાગજીજી દલપતજી, ઠાકોર હજૂરજી ઇશ્વરજી, ઠાકોર પ્રકાશજી મોતીજી ,ઠાકોર વિશાલજી સામે માનસિક ત્રાસ આપી મરવા માટે દુષપ્રેરણ ઉભું કરતા યુવાન મજબુર થઈ મોત વ્હાલું કર્યું હતું. હાલમાં આ ચાર સામે વડનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.