ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરના ગંજ બજાર વિસ્તારમાં જૂની અદાવતનું સમાધાન કરવા બોલાવી પૈસાની માગણી કરતાં મામલો બીચક્યો અને 4 શખસે દંપતી પર હીચકારો હુમલો કરી ઈજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી આરોપીનો નાસી છૂટયા. આ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તમામને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી.
મહેસાણા શહેરના ગંજ બજારની પાછળના ભાગે કસ્બા નજીક રહેતાં યોગેશભાઈ જીવણભાઈ દેવીપૂજકએ એવી ફરિયાદ સ્થાનિક એ ડિવિઝનમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ અગાઉના ઝઘડાની અદાવતમાં સમાધાન માટે બોલાવી પૈસાની માગણી કરવા બાબતે તકરાર થતાં એ જ વિસ્તારના દેવીપૂજક અજય રમેશભાઈ, દેવીપૂજક સુનીલ રમેશભાઈ, દેવીપૂજક જગા ગાંડાભાઈ, દેવીપૂજક રાહુલ જગાભાઈએ એકસંપ કરી અપશબ્દો બોલી ફરિયાદી યોગેશભાઈ ઉપર કુહાડી, તલવાર વડે હુમલો કરતાં
ફરિયાદીને છોડાવવા જતાં ફરિયાદીના પત્ની અને કાકાનો દીકરો વચ્ચે પડતાં આરોપીઓએ ધોકા વડે ફરિયાદીના પત્નીના માથાના ભાગે ઈજા પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી નાસી છૂટયા. આ અંગે પોલીસે ફરાર 4 શખસ વિરૂધ્ધ જાહેરનામા ભંગ સહિતની જુદીજુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.