ગરવીતાકાત અરવલ્લી: અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે જિલ્લા કલેકટર ની ઉપસ્થિતિમાં ખાસ બેઠક મળી જેમાં જિલ્લા કલેકટર શ્રી એમ નાગરાજન સાહેબ ના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અરવલ્લી જિલ્લા ખાતે ૨૧ મી જૂન વિશ્વ યોગ દિવસ ની ઉજવણી બાબતે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી અરવલ્લી જિલ્લા ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ શ્રી કે.એન.શાહ હાઇસ્કુલ ખાતે આયોજિત થશે આ ઉપરાંત અન્ય જિલ્લાના મુખ્ય પાંચ સ્થળે નગરપાલિકાના તાલુકા કક્ષાના એમ કુલ જીલ્લા કક્ષાએ કુલ નવ સ્થળોએ તેમજ ઐતિહાસિક અને ભૌગોલિક મહત્વ ધરાવતા કુલ પાંચ સ્થળો તથા તાલુકાઓ નગરપાલિકા કોલેજો શાળાઓ જેવા અન્ય સ્થળોએ યોગા કરવામાં આવશે જેમાં જિલ્લાના નાગરિકો એન.સી.સી.  કેડર પોલીસના જવાનો સ્વામી વિવેકાનંદ મંડળના સભ્યો સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ વગેરે ના કુલ અંદાજિત ત્રણ લાખથી વધુ નાગરિકો પ્રાચીન સંસ્કૃતિની ધરોહરને આત્મસાત કરશે આ મિટિંગમાં જિલ્લા કલેક્ટર શ્રી એમ નાગરાજન સાહેબ નિવાસી અધિક્ષક કલેકટર શ્રી આર જે વલવિની ની ઉપસ્થિતિમાં ૨૧ મી જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે બહોળી સંખ્યામાં લોકો જોડાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું