SBI સાથે યસ બેન્કનો વિલય નહી કરવામાં આવે: યસ બેન્ક ના ચેરમેન

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત, મહેસાણા

એક સમયે પ્રાઈવેટ સેક્ટરની યશ બેન્ક ખુબ પ્રખ્યાત હતી પરંતુ વર્ષ 2020 બેન્કના એન.પી.એ. અને અન્ય લીક્વીડીટી નો સામનો કરતા કરતા પાયમાલ થઈ ગઈ હતી. જેથી આર.બી.આઈ.એ આર્થીક રીતે પાયમાલ થયેલી બેન્ક ઉપર તેના ખાતા ધારકોને એક મહિના સુધી 50 થી વધુની રકમ ઉપાડવા માટે પ્રતીબંધ રાખી દીધો હતો.

યશ બેન્કનો ઘોટાળો બહાર આવતા બેન્કના પ્રમોટર રાણા કપુરના ઘર ઉપર ઈ.ડી.ના દરોડા પાડવામાં આવ્યા હતા.અને તેની સામે મની લોન્ડરીંગના કેશ દાખલ કરવામાં આવ્યો હતો.જેમાં ઈ.ડી.ની તપાસમાં સામે આવ્યુ હતુ કે રાણા કપુરના પરીવારે તેમના નામે 100 વધુ ફર્જી કંપની બનાવી તેમાં ટ્રાન્સફરો કર્યા હતા.

બીજી તરફ આ બાદ યશ બેન્કને આ સમષ્યા માંથી ઉગારવા માટે આર.બી.આઈ.એ. બેન્કના બોર્ડને તુરંત વિખેરી નાખી હતી અને બેન્કના ડીપોઝીટરના પૈસા ડુબી ના જાય એ માટે તેને રૂ. 50 હજાર કરોડ ની સહાય ત્રણ મહિના માટે  આપવામાં આવી હતી. પંરતુ  બાદમાં એની મુદ્દત બીજા ત્રણ મહિના માટે વધારી સપ્ટેમ્બરના સુધી કરી દેવામાં આવી હતી. અને બેન્કના ખાતા ધારકોના પૈસા ડુબતા બચાવવા માટે યસ બેન્કનુુ મર્જ એસ.બી.આઈ. સાથે કરવાની યોજના બનાવવામાં આવી હતી. 

યસ બેન્કના ચેરમેને એસ.બી.આઈ. સાથે યસ બેન્કના મર્જની વાતને ફગાવી

પરંતુ યસ બેન્કના ચેરમેન સુનીલ મેહતાએ ગઈ કાલે બેન્કના શેયર હોલ્ડરો સાથે વર્ચુયલ બેઠકમાં જણાવ્યુ હતુ કે, યસ બેન્કએ માર્ચમાં સ્પેશીયલ લીક્વીડીટી ફેસીલીટી માટે આર.બી.આઈ. પાસેથી જે 50 હજાર કરોડ રૂપીયા લીધા હતા તે પાછા આપી દીધા છે. અને તેમને એ પણ સ્પષ્ટ કહી દીધુ હતુ કે એસ.બી.આઈ. સાથે મર્જર નો કોઈ પ્લાન નથી. બેન્કના પૈન્ડેમીકમાં સંચાલન સારી રીતે જળવાઈ રહે એ માટે 15 હજાર કરોડ પણ ભેગા કરવામાં આવ્યા હતા. આ મીટીંગમાં મેહતાએ જણાવ્યુ હતુ કે અમને ખુશી છે કે યસ બેન્કે ડ્યુ ડેટ આવતા પહેલા જ આર.બી.આઈ. ના 50 હજાર કરોડ પાછા આપી દીધા છે.

આ વર્ચુયલ કોન્ફરન્સમાં સુનીલ મહેતા એ કહ્યુ હતુ કે યસ બેન્ક નુ એસ.બી.આઈ. સાથે મર્જ નથી કરવાની , આવા કોઈ મર્જર માટે ના તો બેન્ક સાથે ના કે ઓર્થોરીટી સાથે કોઈ ચર્ચા થઈ છે. 

આર.બી.આઈ. ના બેન્ક ઉપરથી પાંબદીઓ હટ્યા બાદ તુરંત જ લોકો યશ બેન્કમાથી પૈસા નીકાળવા લાગ્યા હતા. અને કોઈ નવુ ડીપોઝીટ આવી નહતુ રહ્યુ, એવામાં બેન્ક પેમેન્ટ ઉપર ડીફોલ્ટ ના કરે એ માટે આર.બી.આઈ. એ યશ બેન્ક ને સ્પેશીયલ લીક્વીડીટી ફેસીલીટી મુજબ 50 હજાર કરોડ રૂપીયા નુ ફંડ આપ્યુ હતુ. આર.બી.આઈ. એ પેહલા આ ફંડ ત્રણ મહિના માટે આપ્યા હતા. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.