ગરવી તાકાત

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે આજે મહેસાણાના ઊંઝામાં ભારત અને સમગ્ર વિશ્વના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર અને કડવા પાટીદોરાની કુળદેવી શ્રી ઉમિયા માતાજીના મંદિર ખાતે રૂ. ૭.૫૦ કરોડના ખર્ચે નવ નિર્મિત ભવ્ય ઉમિયા યાત્રી ભવન તથા ઉમિયા દ્વારનું લોકાર્પણ કર્યું હતું. 

આ પણ વાંચો – ઉંંઝામાં રેલ્વે ઓવરબ્રીજનુ લોકાર્પણ નીતીન પટેલના હસ્તકે કરાયુ

આ પ્રસંગે મહેસાણાના સાંસદસભ્ય શ્રીમતી શારદાબેન અનિલભાઇ પટેલ, ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ, શ્રી ઉમિયા માતાથી સંસ્થાનના પ્રમુખ શ્રી મણીભાઇ પટેલ તથા સંસ્થા ના અન્ય સભ્યો, મહેસાણાના કલેક્ટર શ્રી એચ.કે. પટેલ (આઇએએસ), ડીડીઓ, ઊંઝા એપીએમસી ના ચેરમેન,  અને ટીસીજીએલ જોઈન્ટ મેનેજીંગ ડીરેકટર તથા અન્ય ટીસીજીએલના અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વિવિધ પ્રવાસન સ્થળો અને પૌરાણિક મંદિરોની મુલાકાતે આવતાં લાખો પ્રવાસીઓ માટે ઉપલબ્ધ સુખ-સુવિધામાં વધારો કરવા માટે ગુજરાતન રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ સરકારે બજેટમાં જંગી રકમની ફાળવણી કરી છે. આ અંતર્ગત રાજ્ય સરકારના સહયોગ દ્વારા ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ (ટીસીજીએલ) દ્વારા ઊંઝા ખાતે કુલ રૂ. ૭.૫૦ કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યો સંપન્ન કરવામાં આવ્યાં છે.
મહત્વપૂર્ણ છે કે ઉમિયા યાત્રીભવન ખાતે કુલ ૫૦૦૦ ચો.મી. વિસ્તારમાં રૂ.૭.૫૦ કરોડના ખર્ચે કરાયેલા વિકાસકાર્યોમાં જનરલ કિચન સાથે ૨૭૫ વ્યક્તિઓની ક્ષમતા ધરાવતા ડાઇનિંગ હોલ, ભવ્ય પ્રવેશદ્વાર, મલ્ટી પર્પઝ રૂમ, પુરુષો અને મહિલાઓ માટે કુલ ૧૦૮ બેડની ડોરમેટરી, વિશાળ પાર્કિંગ, લિફ્ટ, બાળકો માટે ગાર્ડન, ટ્રસ્ટ ઓફિસ, સોલર લાઇટિંગ અને ઇલેક્ટ્રિક રૂમ, શૌચાલય  અને પીવાના પાણી માટે વોટર ટેન્ક વગેરે સામેલ છે. 

આ પણ વાંચો – ધી ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી આણંદ નિયામક મંડળની ચૂંટણી પ્રચાર ચરમ સીમાએ

સરકારના પ્રવાસન અને આતિથ્યક્ષેત્રના વિકાસ માટે લેવાયેલા નક્કર અને સુઆયોજિત પગલાઓને પરિણામે ગુજરાત રાજ્ય ઝડપથી અગ્રણી પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. તેના પરિણામ સ્વરૂપે સ્થાનિક સ્તરે રોજગારની નવી તકો સર્જાઇ છે અને મજબૂત ઇકોસિસ્ટમનું નિર્માણ કરવું પણ શક્ય બન્યું છે.  
Contribute Your Support by Sharing this News: