અમદાવાદના મેયર વિરૂધ્ધ એક સામાજીક કાર્યકરે અમદાવાદ પોલીસ કમીશ્નર સંજય શ્રીવાસ્તવને પત્ર લખી મેયર,ડેપ્યુટી મેયર અને કોર્પોરેટરને દંડાત્મક – શીક્ષાત્મક કાર્યવાહીની માંગ કરી હતી પરંતુ અરજીના 13 દિવસ વિતી ગયા બાદ પણ કમીશ્નર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા તેમને ફરીથી સ્મૃતી પત્ર લખી પોલીસ કમીશ્નરને દંડની રકમ વસુલવાની અરજી કરેલ હતી.
ચંદ્વવદન ધ્રુવ નામના સામાજીક કાર્યકર દ્વારા અમદાવાદના મેયર વિરૂધ્ધ તારીખ 06/10/2020 ના રોજ પોલીસ કમીશ્નરને પત્ર લખી ધ્યાન દોર્યુ હતુ કે તારીખ 05/10/2020 ના રોજ અમદાવાદના મેયરે સાબરમતીની પશ્વીમ સાઈડે સુભાષબ્રીજ થી એલીસબ્રીજ સુધીના આર.સી.સી રોડનુ લોકાર્પણનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં સોશીયલ ડીસ્ટન્સનો ખુલ્લે આમ ભંગ થયેલાનુ જણાયુ હતુ.
આ પણ વાંચો – જમીન માપણી: વાંધા અરજીના આંકડાઓની માયાજાળ ફેલાવી પ્રાઈવેટ એજન્સીઓને છાવરવાના પ્રયાસ
આ કાર્યક્રમમાં મેયર બીજલ પટેલ,ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા,ભાજપ પક્ષના નેતા અમીત શાહ,અમુલ ભટ્ઠ,ચેતન પટેલ,કોર્પોરેટર મુકેશ મીશ્ત્રી,પ્રદિપ દવે,અરૂણાબેન શાહ,પુષ્પ મીસ્ત્રી,પ્રમોદાબેન સુતરીયા,ઈલાબેન શાહ વિગેરે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા અને તેમને ખુલ્લેઆમ સોશીયલ ડીસ્ટન્સ અને ભીડ એકઠી નહી કરવાના નીયમનો ભંગ કર્યો હતો છતા પણ પોલીસે તેમની વિરૂધ્ધ કોઈ કાર્યવાહી નહી કરેલ જે અંગે અરજદારે પત્ર લખી જણાવ્યુ હતુ કે, આ સમગ્ર ભારતમાં કોરોનાનુ સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે કોરોના ફેલાવનારા જવાબદારો ને કોઈપણ સંજોગોમાં છોડીના શકાય, અને આ ઉપર દર્શાવેલ તમામે સરકારે/કોર્પોરેશને ઘડેલા નિયમોને ભંગ કર્યો છે, માટે એમની ઉપર પોલીસ કમીશ્નર દંડાત્મક,શીક્ષાત્મક પગલા ભરે.
સામાજીક કાર્યકરની અરજીમાં તેઓએ જણાવ્યુ હતુ કે હોદ્દાની રૂએ મેયર શહેરના પ્રથમ નાગરીક ગણાય જેથી તેઓએ તો સરકારના તમામ કાયદા કાનુનનુ ચુસ્ત રીતે પાલન કરવુ જોઈ પરંતુ તેઓએ એમ ના કરી જાહેરમાં સોશીયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડાવી નીયમોનુ ઉલ્લઘંન કરેલ છે.વધુમાં તેમને કહ્યુ હતુ કે જો નેતાઓ અને મોટા પદ ઉપર બેસેલા લોકો કાયદાનુ પાલન નહી કરે તો આવનારા સમયમાં સમાન્ય લોકો પણ તેમના નેતાઓ અને ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલા લોકોનુ અનુકરણ કરતા થઈ જશે.
આમ સામાજીક કાર્યકરે પોલીસ કમીનશ્નર સમક્ષ અરજી લખી કહ્યુ હતુ કે જો જવાબદારો વિરૂધ્ધ કોઈ કાર્યવાહી નહી કરવામાં આવે તો તે કોર્ટ અને સરકારના નિયમોનુ અપમાન થયેલુ ગણાશે.