વાહ..સોશિયલ મીડિયાનો સફળ ઉપયોગ કરતા દિયોદર ના રવેલ ગામ ના યુવાનો

શેર કરવા અહીં ક્લિક કરો.

— નિ:સ્વાર્થ સેવા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હસમુખ પટેલ..

રક્ત દાન એ મહાદાન ,વર્તમાન સમયમાં અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો જોવા મળી રહ્યા છે અને નિ:સ્વાર્થ સેવા કરી રહ્યા છે . ત્યારે એક એવા યુવાન કે જે સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને નિસ્વાર્થ લોકોની સેવા કરી રહ્યા છે. આ યુવાન વિશે આપને જણાવીએ તો

દિયોદર તાલુકાના ના રવેલ ગામ ના યુવાન હસમુખ પટેલ અન્ય લોકો ને મદદ રૂપ બની માનવતા નું ઉતમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.ગઈ કાલે દિયોદર તાલુકાના એક ગામ ની બહેન ને દિયોદર ની ખાનગી હોસ્પિટલમાં બ્લડિંગ ચાલુ થઈ જતાં ખુબજ ઇમરજન્સી બ્લડ જરૂર પડતાં હસમુખભાઈ પટેલ અને તેમની ટીમે તાત્કાલિક વ્યવસ્થા કરી આપી ગરીબ પરિવાર ની બેન ને નવી જિંદગી બક્ષી ઉતમ માનવતા નુ ઉદાહરણ પૂરું પાડ્યું છે

હસમુખ પટેલ રક્ત દાન જીવન દાન ગ્રુપ ,નવજીવન ડોનટ ગ્રુપ બનાસકાંઠા અને COVID 19 સેવા ગ્રુપ જેવા whatsp app નું ગ્રુપ બનાવી સોશિયલ મીડિયા ના માધ્યમ થી અસંખ્ય લોકો ના જીવ બચાવમાં મદદ કરી રહ્યા છે. રક્ત દાન જીવન દાન ગ્રુપ બનાસકાંઠા માં આજે પણ ગુજરાત માં કોઈ પણ જગ્યાએ રક્ત ની જરૂર પડે ફોન કે મેસેજ કરવાની સાથે થોડીવાર માં બ્લડ બેન્ક માંથી અથવા તો ડોનર મિત્ર પાસે થી બ્લડ ની વ્યવસ્થા કરાવી આપે છે.હસમુખ પટેલ હાલ રક્ત દાન જીવનદાન ગ્રુપ ,નવજીવન ગ્રુપ ,અખિલ આંજણા પટેલ સેવા સંગઠન ગુજરાત રાજ્ય તેમજ બનાસકાંઠા કોવીડ 19 સેવા ટીમઅને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો દિયોદર માં સેવા આપી રહ્યા છે.જેમાં સમગ્ર જિલ્લા અને રાજ્ય માં અનેક લોકો માટે મદદ રૂપ થઈ રહ્યા છે. જેમાં તેમના કામ ને સહુ કોઈ બિરદાઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે કોરોના ના સમય માં લોકો પોતાના ઘર માં સંતાઈ ને બેઠા હતા.એવા સમય માં હસમુખ પટેલ પોતાના સોશિયલ મીડિયા ના માધ્યમ થી કોવિડ 19 ની સેવા ટીમ બનાવીને ટિફિન, ઓકિસજન ,બ્લડ પ્લાઝમા રેમડેસિવર ની ઈમેલ અરજીઓ તેમજ વેન્ન્ટીલેટર બેડ ની સુવિધા દિયોદર ,થરાદ,થરા,પાલનપુર ડીસા ,પાટણ ,,મહેસાણા, અમદાવાદ ,બરોડા જેવા
શહેરો માં પોતાની જાત ની પણ ચિંતા કર્યા વગર હોસ્પીટલ માં જઈને લોકો ની સેવા કરી છે

એમના ગ્રુપ માં મોટા ભાગે ડોનર મિત્રો છે જે ખુબજ ઈમરજન્સી લાઈવ બ્લડ ની જરૂર હોય તે સમયે પોહચી જાય છે. હસમુખ પટેલ ના નવજીવન ડોનટ ગ્રુપ આર્થિક રીતે ગરીબ લોકો ને મદદરૂપ થઈ રહ્યું છે.જેમાં શિયાળા ની ઠંડી માં ગરમ ધાબળા નું વિતરણ, ઉનાળાની ગરમી માં સ્કૂલ ના બાળકો ને બુટ ,મોજા ચંપલ , સ્કૂલ બેગ, પુસ્તક તેમજ ગાયો ને ધાસ ચારો ,હોસ્પીટલ માં દવા નું બિલ હોય અને ના ભરી શકે એવા લોકો ને મદદરૂપ થાય છે રક્ત ની જરૂર હોય અને એમની પાસે સગવડ ના હોયતો આ ગ્રુપ ના માધ્યમ થી કરાવી આપે છે. આજે હસમુખ પટેલને યાદ વિવિધ સેવાઓને લોકો આવી રહ્યા છે અને દિયોદર તાલુકામાં એક સેવાભાવી વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો સફળ ઉપયોગ કરી હસમુખ પટેલ એક સરાહનીય કામગીરી કરી રહ્યા છે .

તસવીર અને અહેવાલ; હસમુખચૌધરી– દિયોદર

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.