ગરવી તાકાત થરા : એકવીસમી જુન વિશ્ર્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગઈકાલે કાંકરેજ તાલુકામાં થરા નગર પાલિકા તાણા ગ્રામ પંચાયત વિસ્તારમાં વિશ્ર્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને શિશુ મંદિર ગ્રાઉન્ડ,તાણા,પાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને શ્રી ઓગડ વિધા મંદિર થરા ગ્રાઉન્ડ,થરા માર્કેટ યાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને શ્રી વિનય વિધા મંદિર થરા ખાતે કરવામાં આવી.
આ પ્રસંગે કાંકરેજ તાલુકા કેળવણી મંડળના પ્રમુખ ધીરજકુમાર કે.શાહ,જૈન અગ્રણી હર્ષદભાઈ શાહ,ઇશ્ર્વરભાઈ ઠકકર, ચીફ ઓફિસર વિનોદભાઈ પરમાર, વિનોદભાઈ શાહ, ઈન્ચાર્જ આચાર્ય અશોકભાઈ વાલાણી,ઇશ્ર્વરભાઈ બોકા, યશપાલસિંહ ટી વાઘેલા, કોર્પોરેટર ગીરાબેન શાહ, મહેન્દ્રસિંહ વાઘેલા,વ્યાયામ શિક્ષક ભારમલભાઈ પટેલ,માનસુગભાઈ પટેલ,હિતેશભાઈ મોચી,શાળા પાલીકા પંચાયત સ્ટાફ ગણ વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિશ્ર્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.