ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૦૪)

વિશ્વ ભરમાં દિવ્યાંગજનો માટે આજે વિવિધ કાર્યક્રમો કરી તેની ઉજવણી કરવામાં આવે છે. મહેસાણામાં માન.કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ આજે વિશ્વ દિવ્યાંગ દિને દિવ્યાંગજનોએ બલ્ડ ડોનેશન કરી સમાજમાં તેઓ પણ સહભાગી થઈ રાષ્ટ્રના વિકાસ માટે એક અનોખું ઉદાહરણ પુરૂ પાડયું છે.

 મહેસાણાની ખોડિયાર એજયુકેશન ટ્રસ્ટ દ્વારા મહેસાણાની વિવિધ સંસ્થાઓના બાળકોએ આજ રોજ સમાજમાં દિવ્યાંગજનો પ્રત્યે જાગૃતિ થાય અને તેમનામાં રહેલી સુશુપ્ત શકિતઓ પણ રહેલી છે તે વિશે રેલી યોજી સમાજક સમાવેશની દિશામાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. માન, કલેકટરશ્રીની કચેરીથી શ્રી પી.જી.સોની સાહેબ, સેક્રેટરીશ્રી, જિલ્લા કાનુની સત્તા સેવા મંડળ, મહેસાણા સાહેબશ્રીએ રેલીનું પ્રસ્થાન કરાવી આ રેલી દિશા ડે સ્કૂલમાં રેલીનું સમાપન કરી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય કક્ષાએ તાજેતરમાં ફલોર બોલની ટીમમાં બહેનોએ મહેસાણાની બે માનસિ દિવ્યાંગ ! હરીદ્વાર ( ઉતરાખંડ ) સિલ્વર મેડલ મેળવી જિલ્લાનું અને રાજયનું ગૌરવ વધારેલ છે. તેઓનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે બહેરામુંગાની શાળાના શ્રવણમંદ બાળકો, અપંગ સેવા ટ્રસ્ટ, નગરના શારિરીક દિવ્યાંગ બાળકો અને માનસિક દિવ્યાંગ બાળકોની દિશા ડે સ્કૂલ બાળકો અને નાગરીકો આ કાર્યક્રમ જોડાયા.

આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા એકમએ આ બાળકોને અલ્પાહારનો સહયોગ આપવામાં આવેલ હતો. આ કાર્યક્રમાં શ્રી પી.જી.સોની સાહેબ, સેક્રેટરીશ્રી, જિલ્લા કાનની સત્તા સેવા મંડળ, મહેસાણા, શ્રી પલકીત જોષી નાયબ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, મહેસાણા, શ્રી ડી.એ.રાઠોડ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, શ્રી વિષ્ણુભાઈ ચૌધરી, ખોડિયાર એજયુકેશન ટ્રસ્ટ, મહેસાણા, શ્રી કે.પી. વાણીયા, જિલ્લા બાળ સુરક્ષા એકમ, મહેસાણા તથા મંચસ્થ મહેમાનોએ હાજર રહી દિવ્યાંગજનોને પ્રોત્સાહિત કર્યા હતા.

Contribute Your Support by Sharing this News: