અમેરીકા સહીત પશ્ચીમના દેશો આ રસીની શોંધ ઉપર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે.તેમનુ કહેવુ છે કે રશીયા મેડીકલ સાયન્સમાં પોતાની જાતને વૈશ્વીક શક્તિ તરીકે દર્શાવવા આમ કરી રહ્યુ છે.

રશીયાના રાષ્ટ્રપતી વ્લાદીમીર પુટીન એ દાવો કર્યો છે કે તેમના વૈજ્ઞાનીકો દ્વારા રસી શોધી લેવામાં આવી છે જેનાથી હવે કોરોનાને હરાવી શકાશે.

એમને કહ્યુ કે માણસો ઉપર બે મહીના સુધી ટ્રાયલ કર્યા બાદ બધા જ ધોરણો ઉપર સફળ રહ્યુ છે જેથી આજે સવારે પ્રથમ રસીની નોંધણી કરી દેવામાં આવી છે,તેમણે એમ પણ જણાવ્યુ છે કે આ રસી નુ પરીક્ષણ મારી પુત્રી ઉપર પણ કરવામાં આવ્યુ છે, તેને રસીના 2 અલગ અલગ ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા. જેમાં તેના શરીરના તાપમાનમાં પણ ફર્ક આવ્યો હતો.

ચીનની સીનોવૈક બાયોટીક લીમીટેડે પણ કોરોના વાઈરસના વેક્સીનુ છેલ્લા ચરણનુ ટ્રાયલ શરૂ કરી દીધુ છે. આ રસીનો ટ્રાયલ ઈન્ડોનેશીયાના દર્દીઓ ઉપર કરવામાં આવી રહ્યો છે.

Contribute Your Support by Sharing this News: