ભારતની જાણીતી દોડવીર અંજુ બોબી જ્યોર્જને વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા વુમન ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. દેશમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. વર્લ્ડ એથલેટિક્સે ભારતની દોડવીર અંજુ બોબી જ્યોર્જને વુમન ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કર્યા છે.
વર્લ્ડ એથ્લેટિક્સે તેમને આ એવોર્ડ ભારતમાં રમતને પ્રોત્સાહન આપવા અને મોટી સંખ્યામાં મહિલાઓને પ્રોત્સાહિત કરવા બદલ આપ્યો છે. અંજુથી પ્રેરિત થયા બાદ દેશની ઘણી મહિલા એથ્લેટ તેના પગલે ચાલી રહી છે અને દેશને ગૌરવ અપાવી રહી છે.