તસ્વીર - જયંતી મેતીયા
ગરવી તાકાત,પાલનપુર

કોરોના સંક્રમણમાં સતત વધારા વચ્ચે વાહનોની અવર જવર વધતા અકસ્માતોમા પણ વધારો

બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે લોક અવર જવરમાં ઘોડાપુર ઉમટી પડયુ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ ના સંક્રમણમાં દિનપ્રતિદિન સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે પાલનપુરમા માન સરોવર રોડ પર અકસ્માતની ઘટનામાં એક મહિલાનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. એક્ટિવા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં એક્ટિવા સ્લિપ થઇ ગઇ હતી. અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયુ હતુ. આ તરફ મહિલાના પતિ અને પુત્રનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને લઇ આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. 

આ પણ વાંચો – શંકુજ હોસ્પિટલ માનવતા ભુલી, પૈસા માટે લાશ આપવાનો ઈનકાર

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુર શહેરના માનસરોવર રોડ પર ટ્રાફિક જામના અવાર નવાર પ્રશ્નો સામે આવતા હોય છે. ત્યારે ટ્રાફિકની સમસ્યાને કારણે લોકોને મોટા પ્રમાણમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માનસરોવર રોડ પર આજે સવારે અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના વનીતાબેન યોગેશકુમાર તેમના પતિ અને પુત્ર સાથે એક્ટિવા પર પસાર થતાં હતાં. આ દરમ્યાન ટ્રક સાથે અકસ્માતમાં એક્ટિવા સ્લિપ થઇ જતાં વનીતાબેનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થઇ ગયુ હતુ. આ તરફ વનિતાબેનના પતિ અને પુત્રનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રીપોર્ટ : જયંતિ મેતિયા
Contribute Your Support by Sharing this News: