રક્ષાબંધનના તહેવારને બે દિવસ બાકી છતાં પાલનપુરની બજારમાં રાખડીની ખરીદીમાં મંદીનો માહોલ જોવા મળ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

રાખડીની આયાતમાં પણ ભાવ વધારો થયો છે તેની સામે જોઈએ તેવી ઘરાકી ન હોવાથી હાલત કફોડી બની

 
રક્ષાબંધનના તહેવારને હવે માત્ર બે દિવસ જ બાકી છે ત્યારે બજારમાં દર વર્ષે રાખડીઓની ખરીદી માટે જે પ્રકારે ભીડ જામતી હતી પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીને કારણે બજારોમાં ઘરાકી ન હોવાથી વેપારીઓને ભારે ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. પાલનપુરમાં વેપારીઓની હાલત કોરોનાને કારણે કફોડી બની છે.
 
કોરોના મહામારીના કારણે વેપારીઓથી માંડીને સૌ કોઈની હાલત કફોડી બની છે. ધંધા રોજગારની સ્થિતિ પણ પડી ભાંગી છે. દર વર્ષે રક્ષાબંધનના તહેવાર પૂર્વે એક માસ અગાઉથી જ વેપારીઓ રાખડીનું વેચાણ શરૂ કરી દેતા હતા પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીની અસર બજારમાં એટલી વર્તાઇ છે કે વેપારીઓ રક્ષાબંધનના તહેવારને હવે માત્ર બે દિવસ બાકી હોવા છતાં પણ ઘરાકી ન હોવાથી ઉદાસ જોવા મળી રહ્યાં છે. માંડ ગણ્યા ગાંઠ્યા ગ્રાહકો રાખડીની ખરીદી કરતાં બજારમાં જોવા મળ્યાં હતાં. વેપારીઓના જણાવ્યા અનુસાર રાખડીની આયાતમાં પણ ભાવ વધારો થયો છે અને તેની સામે જોઈએ તેવી ઘરાકી ન હોવાથી હાલત કફોડી બની છે.
 
ઉલ્લેખનીય છે કે ભાઇ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર એટલે કે આ તહેવાર માં પોતાની બહેન તેના ભાઈને રાખડી બાંધીને સદાય તેની રક્ષા કરવાનું વચન મેળવતી હોય છે. આ તહેવારને હવે માત્ર બે જ દિવસ બાકી છે. જોકે બજારમાં ઘરાકીમાં મંદીનો માહોલ હોય વેપારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.