— કડીમાં ગરમી પ્રકોપ સાથે વરસાદ 5 થી 6 mm પડતાં નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા :
ગરવી તાકાત મહેસાણા : કડી સહિતના વિસ્તારોમાં સરેરાશ 5 થી 6 MM વરસાદ ખાબકી ગયો હતો. જેમાં કડી શહેરમાં વરસાદમાં ઠેરઠેર નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાતા પાલિકા તંત્રનો પ્રિમોન્સુન પ્લાનના સરેઆમ ધજાગરા ઊડયા હતા.
રાજયમાં હવામાન વિભાગ ની આગાહી ની સાથે ચોમાસાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે લોકો આતુતાપૂર્વક વરસાદ ની રાહ જોઈ ને બેસી રહ્યા છે ત્યારે કડી શહેરમા પવન સાથે વરસાદ વરસતા આશરે 5 થી 6 MM નોંધાયો હતો જેમાં અનેક જગ્યાએ નીચાણ વાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતાં લોકો ને હાલાકી ભોગવવી પડી હતી. કડી નગરપાલિકા દ્વારા દર વર્ષે વરસાદી પાણી ભરાય નહીં અને વરસાદી પાણી નિકાલ માટે પ્રિમોન્સુન પ્લાનની તૈયારી કરતી હોય છે.
પરંતુ કડી ભાજપ શાસિત નગરપાલિકામાં દર વર્ષની માફક પ્રિમોન્સુન પ્લાનની કામગીરી માત્ર કાગળ પર પૂર્ણ કરી દેવાય છે. આ વર્ષે પણ ચોમાસા ના આગમન સાથે પ્રિમોન્સુન પ્લાનની કામગીરી હાથ ધરવામા આવી હતી. પરંતું કડી નગરપાલીકા ના અધિકારીઓ ની બેદરકારી ને કારણે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ પણ પ્રિમોન્સુન પ્લાનની કામગીરી ના ધજાગરા ઉડાડ્યા હતા અને જેના પગલે સામાનય વરસાદ પડતાં ની સાથે નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.
કડીમાં પ્રિ-મોન્સુનની કામગીરીના ભાગરૂપે સફાઇ તો હાથ ધરવામાં આવી હતી પણ કામગીરી ના બેદરકારી ને કારણે ઠેર ઠેર પાણી ભરાતાં જોવા મળ્યાં હતાં અને ગણા ખરા વિસ્તારમાં લાઇટ પણ ગુમ થઈ ગઈ હતી ? શું પાલિકાને ટેક્સ વસૂલવામાં જ રસ છે. આ તો કેવી નફ્ફટાઇ ? બેશરમ તંત્રને માત્ર લેશમાત્ર ફિકર ચિંતા નથી. તંત્રના પાપે નાગરિકોને સજા શહેરમાં નાગરિકો પરેશાન લોકોના ટેક્ષના નાણાં જાય છે ક્યાં ? તેવા સવાલો ઊઠયા છે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી