વન્યપ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન હેતુએ રાષ્ટ્રીય કક્ષાએ ઉજવાઇ રહેલા વન્યપ્રાણી સપ્તાહ દરમિયાન જીલ્લા કક્ષાનો કાર્યક્રમ પાલનપુર મુકામે નેચર ક્લબ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ અને બનાસકાંઠા વન્યપ્રાણી વિભાગના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ અને વન્યપ્રાણીઓ અંગેનો સેમીનાર કલાભવન ખાતે ઉજવણી કરવામાં આવી. તા. 04/10/2021 ના રોજ વિશ્વપ્રાણી દિવસના રોજ બનાસકાંઠા વન્યપ્રાણી વિભાગ, પાલનપુર દ્વારા ગાંધીનગર વન્યજીવ વર્તુળના વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ માનનીય પરબતભાઇ પટેલ સંસદસભ્ય, બનાસકાંઠાની ઉપસ્થિતિમાં નાયબ વન સંરક્ષક એમ.એચ.પટેલ અને મદદનીશ વન સંરક્ષક, આર.પી.ગેલોત તથા આર.આર.મહેતા સાયન્સ કોલેજના આચાર્ય ડૉ. વાય.બી.ડબગર, જીવશાસ્ત્ર વિભાગ અને નેચર ક્લબ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ નિમિત્તે આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હતુ. સૌપ્રથમ માન. મહાનુભાવોના હસ્તે કોલેજ સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ ત્યારબાદ કલાભવન ખાતે વિધાર્થીઓ, વનકર્મચારીઓ / અધિકારીઓ અને પ્રકૃતિ પ્રેમીઓની વચ્ચે પ્રાર્થના કર્યા બાદ દીપ પ્રગટાવી મહાનુભાવોના હસ્તે આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ હતો.