કેશોદ શહેરમાં આજે વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા માંગરોળ રોડ પર આવેલી સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે રાખવામાં આવેલ હતો. ગુજરાત રાજ્ય સરકાર નાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા 11.30 કલાકે રાજયકક્ષાનો લાઈવ કાર્યક્ર્મ નું આયોજન કરવામાં આવેલ હતું જે પ્રસારણ ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપરાંત સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદના વિદ્યાર્થીઓએ નિહાળ્યું હતું. રાજ્ય સરકાર નો લાઈવ પ્રસારણ કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં કેશોદ સામાજિક વનીકરણ વિભાગ નાં અધિકારીઓ દ્વારા નિમંત્રિત મહાનુભાવો નું પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું. કેશોદ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તારીખ પહેલી ઓક્ટોબરથી આઠમી ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો નું આયોજન કર્યું હતું.