કમોસમી વરસાદે મચાવી તબાહી કૃષિ પાક ને પહોંચાડ્યું વ્યાપક નુકસાન અને ઉડ્યા છાપરા.

શેર કરવા અહીં ક્લિક કરો.

      હવામાન વિભાગ દ્રારા અઠવાડીયા પહેલા જ રાજસ્થાન અને ગુજરાતનાં સરહદી વિસ્તારેમાં અપર એર સાયક્લોનીક સર્ક્યુલેશન સક્રિય થયું હેવાની આગાહી કરવામાં આવી હતી.    સાથે સાથે હવામાન વિભાગ દ્રારા 17થી 20 તારીખ સુધી સાયક્લોનીક સર્ક્યુલેશનની અરસ હેઠળ રાજ્યનાં અનેક વિસ્તારોમાં ભારે પવન, ધૂળની ડમરીએ અને કમોસમી વરસાદની પણ ભીંંતી વ્યક્ત કરવામાં આવી હતી સાયક્લોનીક સર્ક્યુલેશને પોતાનો ઝેરીલો મિજાજ બતાવતા રાજ્યમાં અનેક જગ્યાએ પર અને ખાસ કરીને અરાવલ્લી અને અમરેલી જીલ્લામાં વ્યાપક નુકસાની વહેરી છે. ભારે પવન અને વાવાઝોડાં સાથે કમોસમી વરસાદથી અરવલ્લીનાં મેઘરજ તાલુકામાં અસંખ્ય મકાનોનાં છપરા ઉડ્યા હતા. તો વાવાઝોડાંથી વ્યાપક પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. વૃક્ષો પડતા મકાનો અને ઢોર ઢાંખરને પણ ભારે નુકસાન પહોંચ્યુ હોવાનાં સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. અરાવલ્લીનાં ખોખરીયા અને નવાગામ વિસ્તારોમાં પણ લાખોનું નુકસાન થયુ હોવાનું સામે આવી રહ્યું છે બીજી તરફ અમરેલી

 જીલ્લાનાં અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને પવન જોવા મળ્યો હતો. અચાનક આવેલા કમોસમી વરસાદથી કૃષી પાકો અને ખાસ કરીને ગીર વિસ્તારનાં કેશર કેરીનાં પાકને વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને આંબે જૂલતી કેરી અને મોલ ખરી જવાની ફરિયાદો ઉઠી રહી છે. રાજ્યનાં હિમ્મતનગર, તલોદ,ઇડર, સુરેન્દ્રનગર અને જામનગરમાં કમોસમી વરસાદી ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા જગતનો તાત ચિંતિત થયો છે. ત્યારે હવામાન વિભાગ દ્રારા હજુ ખતરો બે દિવસ યથાવત હોવાનું જણાવી સાવચેત રહેવા સુચન કરવામાં આવી રહ્યુ છે.

શેર કરવા અહીં ક્લિક કરો.